________________
:૨૮૩:
નિક્ષેપાને ત્યાં અવકાશ નથી. ભગવાનની મૂર્તિમાં ચારેચાર નિક્ષેપા વિદ્યમાન છે. ધાતુ, પાષાણુ, આદિ વસ્તુની જે પ્રતિમા છે, તે દ્રવ્ય નિક્ષેપા છે. પ્રતીમાજીની સ્થાપના કરવામાં આવી છે, એ સ્થાપના નિક્ષેપા છે. આ પ્રતિમા અમુક તીર્થંકરની પ્રતિમા છે, એ નામ નિÀપા છે; અને અષ્ટપ્રતિહાર્ય, ચાગમુદ્રા, પદ્માસન સહિત બીરાજમાન છે એવા, પ્રભુની પ્રતિમાની જે ઉપાસના કરે છે; તે ઉપાસના કરનાર પ્રભુના ગુણાનું સ્તવન કરે છે; એ ભાવનિક્ષેપા છે, અર્થાત પ્રભુના ગુણામાં પ્રભુત્વના ભાવ લાવવા અને તેમાં આપણી શ્રદ્ધા મેળવી દેવી, એ ભાવ નિશ્ચેષા છે. ભગવાનની પ્રતિમામાં ચારેચાર નિક્ષેપા છે, એ આ પ્રમાણે અમે સિદ્ધ કરી આપ્યું છે.
૫૦-થાપના નિક્ષેપા નિરર્થક છે, તેનાથી કોઇપણ કાર્ય સરતું નથી. પથ્થરની મૂર્તિ બનાવીને તેને પરમેશ્વર માની લઇએ, તેથી શું એ મૂર્તિ પરમેશ્વર બની જાય ખરી ?
જૈની–અવશ્ય અને છે, જૈનશાસ્ત્ર એની સાક્ષી પુરે છે. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે, કે કેટલાક છેકરાએ લાકડીના ઘેાડા બનાવી, તેના ઉપર ચઢી બેઠા હતા અને ફરતા હતા. એવામાં એક જૈનમૂનિ ત્યાં આવી પહોંચ્યા. તેમણે બાળકાને કહ્યું: હું બાળકા ! તમારા ઘેાડા ખસેડી લે અને મને મા આપો. બાળકાએ, જે લાકડીની સ્થાપના ઘેાડા તરીકે કરી હતી, તે લાકડીને જૈનમુનિએ પણ ઘેાડાજ કહ્યો છે; તેને લાકડી કે લાઠી કહી નથી. આ ઉપરથી સ્થાપનાનું મહત્વ આપેાઆપ સિદ્ધ થાય છે. તમે તેરાપંથી સાધુએ જ્યારે જન્મ લે છે, ત્યારે મુખ બાંધેલા, રજોહરણરૂપ લાંબા પૂછડાંવાળા અને ભીલેાની માફક ઉપરણાની ગાંઠ મારેલા એવા કુલિંગવેશ સહિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com