________________
૨૮૨
ગુણ સહિત નામને વંદના થાય છે, તે તમે નામ શા માટે લે છે ? અને એકલા ગુણને જ કેમ વંદન કરતા નથી? ભગવાનના “ગુણ ગુણ” કરતાં રહે, એટલું જ તમારે માટે બસ છે. પણ તમે #ગવાનનું નામ લઈને, ભગવાનના ગુણ ગાઓ છો; તે પરથી સિદ્ધ થાય છે, કે તમે નામ અને ગુણ બંનેને યુક્તપણે વંદન કરો છો, નામ વિના એકલા ગુણને વંદન કરતા નથી. તમે જે પંચમહાવૃતને માને છે, તે બધા વાસ્તવિક રીતે તે એજ છે. તે પછી તમારી સાધ્વીઓ પ્રાત:કાળે તમારા જુદા જુદા નામ લઈને કેમ વંદન કરે છે? આથી સિદ્ધ થાય છે, કે નામનું મહત્વ છે. તમે સાધુઓ અને સાધ્વીઓ જુદા જુદા નામથી ઓળખાવે છે, છતાં તમારા બધા ગુણ તે એકજ છે. તે પછી તમારા જુદા જુદા નામે કેમ પાડવામાં આવે છે ? એથી પણ નામની મહત્તા સિદ્ધ થાય છે. કોઈ ભંગીનું નામ રાષભદેવ હોય, તો તે ભંગીનું નામ યાદ આવતા પણ, આપણું ભગવાન પણ અષભદેવજી હતા, એવું યાદ આવી જાય છે. ભંગીના નામમાં દ્રવ્ય, થાપના અને ભાવ ભંગીન હોય છે, તેમાં ભગવાનના દ્રવ્ય, થાપના કે ભાવને અવકાશ નથી.
પં---ઋષભદેવ ભંગીનું નામ લેવાથી, જે આપણા ધર્મદેવ બાષભદેવજીનું તમને સ્મરણ થાય છે, તે પછી તમે મંદિરમાં શા માટે જાઓ છે? –ાષભદેવ ભંગીનાજ દર્શન કર્યા કરે, એટલે ભગવાન યાદ આવશે અને તમારા મનોરથ પણ પૂરા થશે.
ની–પ્રભુની મૂર્તિમાં ચાર નિક્ષેપાને સ્થાન છે, ઋષભદેવ ભંગીમા ફક્ત નામ નિક્ષેપાને સ્થાન છે; પણ અન્ય ત્રણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com