________________
૨૮૧
કે છબી અથવા પ્રતિમા જુઠી છે, જે નમસ્કાર કરવા બંધ કરે, તે ફેટે અથવા પ્રતિમા સાચા સાબીત થાય છે. આ બધા ઉદાહરણો ઉપરથી જૈન પ્રતિમા અને તેની પૂજા સિદ્ધ થાય છે.
પંથી–પ્રતીમાને બનાવનાર શિલ્પકાર હોય છે, જે તમે પ્રતિમાને પૂજે છે; તે પછી એજ પ્રતિમાને બનાવનાર શિલ્પકારનીજ તમે શા માટે પૂજા કરતા નથી?
જેની તમે પણ કંઈ ઝાડના ફળની માફક જગતમાં પેદા થતા નથી. તમારો જન્મ પિતાથી થાય છે તે પછી તમે તેરાપંથી બને છે અને પૂજ્ય અથવા આચાર્ય થાઓ છે ત્યારે જ ગૃહસ્થ તમને વંદન કરે છે. હવે કહે વંદન કરવા વાળા ગૃહસ્થ; તમને વંદન કરે છે, પણ તે તમારા બાપને કેમ વંદન કરતું નથી ? એજ રીતે શિલ્પકારની પૂજા થતી નથી, પણ પ્રતિમાની જ પૂજા થાય છે.
પંથી–નામમાંથી જે અર્થ નીકળે છે, તે તે નિરર્થક છે, અને તેથી કોઈ પણ કાર્ય સરતું નથી. ભંગીનું નામ રાષભદેવ હોય; તે શું નામ માત્રથી એ ભંગી ઝાષભદેવ થઈ જાય ખરો ?
જેની–નામમાંથી પણ નામને ધ્વનિ સિદ્ધ થાય છે. તમે લેગસ્ટ–કી–પાટી, બે વખત વાંચે છે અને ચોવીસ તીર્થકરને નમસ્કાર કરે છે. આ તમારી વંદના નામ પ્રત્યે થાય છે, કે ગુણ પ્રત્યે થાય છે? જો તમે એમ કહેશે કે નામને વંદના થાય છે. તે તમારી ઉપલી
શંકા આપોઆપ ઉડી જાય છે. જો તમે એમ કહેશે, કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com