________________
પ્રતિમાને, જીનેશ્વર દેવ કહ્યા છે. સૂત્ર કહેનારા ભગવાનની અને તેનું ગુંથન કરનારા ગણધરેની શ્રધ્ધા તમારા તેરાપંથી જેવી નહોતી; અથત તેઓ ભગવાનની પ્રતિમાનું પૂજન કરાવવાની તરફેણમાં હતા. જિનેશ્વર ભગવાનની અને ગણધર ભગવાનની શ્રધ્ધા જે તેરાપંથીઓ જેવી હોત, તો તેઓ ધુવં દેવાણું જીણવરાણું, ને બદલે “ધુવં દેવાણું પથ્થરાણું” એમજ કહેત. પણ તેમણે તેમ કહ્યું નથી. જીનમૂર્તિને મૂત્રો તે જીનપ્રતિમા કહે છે, છતાં તમે તેરાપંથીઓ તેને પથ્થર, માટી વગેરે કહો છે. હવે કહો : ઉપરની દલીલથી તમારો મન કલ્પિત સિધ્ધાંત રદ થાય છે કે નહિ? મિત્રો! જરા કંઈ સમજે. વિચારે અને આવી આવી કુયુક્તિઓને ત્યાગ કરે. ભગવાનની પ્રતિમાને બદલે, પથ્થરના સ્થંભને, અમે નમસ્કાર કરતા નથી, તેનું કારણ એ છે, કે સ્તંભે; ભગવાનની મૂર્તિ બની શકતા નથી. તેની કંઈ પ્રતિષ્ઠા થએલી હોતી નથી. વળી ગમે તેજ પ્રતિમાને વંદન કરવું, એ પણ ચગ્ય નથી. પ્રતિમાની મંદિરમાં પ્રતિષ્ઠા થાય છે, ત્યાર પછી જ પ્રતિમા પૂજાવંદનને યોગ્ય બને છે જેમ સાદો કાગળ કિંમત વિનાને છે, પરંતુ સરકારી છાપ પડયાથી એ કાગળ મૂલ્યવાન અને માન્ય બને છે, જેમ નોટ, સ્ટામ્પ, ટીકીટ, રૂપીઆ, ગિનિ, મહોર વગેરેનું મૂલ્ય સરકારી છાપને લીધે અંકાય છે; તેજ પ્રમાણે પ્રતિમાનું પણ સમજવાનું છે. હવે તમે એવી દલીલ કરશે, કે પ્રતિમા માન્ય રાખીએ, તે પણ પ્રતિમાઓનું વેરેજ દશન કેમ કરી લેતા નથી, પ્રતિમા દર્શનને માટે મંદિરમાં શા માટે જાઓ છે?
આ પ્રશ્નનો ઉત્તર નીચે પ્રમાણે છે. તમે સ્થાનકમાં જઈને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com