________________
૨૧:
જૈની– નિશીથસુત્રમાં કહ્યું છે; કે આગળ સાધુએ વાંસા કરીને બેસવું નહિ. લખ્યું છે, કે સાધુએ જૈન પ્રતિમાની આગળ આ ઉપરથી સાખીત થાય છે, કે જૈનપ્રતિમાને મહત્વવાળી માનવામાં આવી છે. વળી જુએ : આઠે આઠ કર્મ અજીવ છે. જો અજીવની અસરજ ન થાય, તેા કર્મ, જીવને સંસાર ભ્રમણ કરાવી શકે નહિ. પણ આપણે પ્રત્યક્ષ રીતે જોઇએ છીએ કે કર્મ અજીવ હાવા છતાં, તેના પ્રભાવથી જીવ, સંસારમાં ચાર ગતિમાં ક્રે છે, અને સુખદુઃખ ભાગવે છે. કર્મના સિધ્ધાંત જાણ્યા પછી, તમે એમ કેવી રીતે કહી શકે, કે અજીવ જૈનપ્રતિમાંથી, આત્માનું કલ્યાણુ ન થાય ? વસ્ત્ર, પાત્ર, રજોહરણ, આદિ બધાં અજીવ છે. છતાં તમે તેને શા માટે ધારણ કરે છે ? તમે તમારા તેરાપ થી સાધુઓના મૃત શરીરને, એક મુહુર્ત સુધી તમારી નિશ્રામાં રાખા છે અને તેને લેાકેાની પાસે વંદન કરાવેા છે. મૃતક શરીર જીવ વિનાનું છે, છતાં તેને તમે, લેાકેા પાસે વંદન કરાવા છે; તેા પછી એમ કેમ કહેા છે, કે અજીવ પદાર્થોથી કાર્ય સરતું નથી ? તમે તેરાપંથી સાધુઓ, તમારા હાથથી સ્વર્ગ, નર્ક, સ્ત્રી, પુરૂષ, કીડા, કાડા, કાગડા વગેરેના ચિત્રા દોરીને, પુસ્તકાના પુઠાં ભરી નાંખા છે, અને તે ચિત્રો, સ્ત્રીઓ અને બાળકાને બતાવીને, નાના પ્રકારે તેમને ભરમાવે છે; તથા પ્રતિબોધ આપેા છે. આ બધા ચિત્રો અજીવ છે, છતાં તે વડે તમે તમારા સ્વાર્થ સાધેા છે; છતાં જૈન પ્રતિમા અજીવ છે, તેથી તે કંઇ ફળ આપી શકે નહિ; એવું કહીને, બીજાને એખ લગાડે છે; એ તમારી ખરેખર ધ્રુવિદ્યા છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
જૈનપ્રતિમાની . વ્યવહારસુત્રમાં આલેયણા લેવા.