________________
૫૦-કુવા, તળાવ, જલાશય, આદિ બંધાવવા એમાં પાપ છે, દયાધર્મ નથી. નંદનમનિહારના દ્રષ્ટાંતાધિકારે આ વાત સાબીત થાય છે.
જે -અરે દયાના નિંદકે! જરા સમજીને તો બોલો! આ સંબંધમાં સુયગડાંગસૂત્ર જે કહે છે, તે કથન દયાના આશયમાં નથી. એ તો મોઘમ પૂછાએલા પ્રશ્નનો અપાએલો સામાન્ય ઉત્તર છે. એટલે જ એમાં ભગવાને આજ્ઞા આપી નથી. ભગવાને આજ્ઞા આપી નથી તેનું કારણ એ છે, કે કુવા, વાવ બંધવનારો એ જળાશયે પિતાને ઘરબાર કે વાડીવજીફાને માટે બંધાવે છે કે કેમ, એ વસ્તુ પૂછાએલા પ્રશ્નમાં પણ અર્થહાર છે જે દયાને અર્થે કઈ દયાવાન જળાશય બંધાવે, તો તે બંધાવવા માટે તે ભગવાનની આજ્ઞા છે. ભગવાને વખાણેલી અભયકુમારની દયાનું ઉદાહરણ અહીં પણ લેવું યેગ્યા છે. અભયકુમારના પ્રસંગમાં ત્રસ સ્થાવર જાની હિંસા થઈ હતી, પરંતુ એ કાર્યમાં ભગવાને અભયકુમારની દયા ફરમાવી છે. હવે નંદન મનિહારની વાત સાંભળે. નંદનમનિહાર પિતાના બનાવેલી વાવઠીમાં દેડકે બની ગયો હતે. જ્ઞાતાસૂત્રમાં તેણે સમ્યકત્વ તજી દીધાનો ઉલ્લેખ છે. ત્યાં એવું કથન નથીજ કે વાવ દયાને અર્થે બનાવવામાં આવી હતી અને તેમાં નંદનમનિહાર દેડકો થઈને દાખલ થયે હતે. જો તમે એમ કહો કે જલાશય બનાવવાને કારણેજ નંદનમનિહારનું સમ્યકત્વ નાશ પામ્યું હતું, તે એજ ન્યાયે તમારા તેરાપંથી જૈન ગૃહસ્થનું સમ્યકત્વ પણ નાશ પામેલુંજ લેખાવું જોઈએ, કારણ કે તમારા તેરાપંથી ગૃહસ્થ પણ જળાશયો બંધાવે છે. સરદાર શહેર, લાડનુ, સુજાણગઢ, વીદાસર, રાજનેર, છા૫ર વગેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com