________________
૨૬૧૦
તટસ્થતામાં પણ દયા માનવી જોઈએ. પરંતુ એ વાત દેખીતી રીતેજ ઉલટી છે, એટલે તેમાં દયા સંભવી શકતી જ નથી. જેણે કબુતરને મુઠી નાંખી હતી અને જેણે પશુઓને પાણું પાવાનું કાર્ય કર્યું હતું, તેમનાજ કાર્યથી દયા થઈ હતી. અમે તમને જૈન શાસ્ત્રાથી આ બાબત સમજાવી છે. જ્યારે તમારું કથને જૈન શાસથી ઉલટું છે.
પં ધાન્યનો ઢગલે પડેલો હોય, એમાં કીડા, ઈયલ, ધનેરા વગેરે પડ્યા હોય, એટલામાં ભૂખે મરતા પશુઓ આવીને તે ખાવા માંડે, તો પશુઓને અનાજ ખાતા હાંકી કાઢવાથી, પશુઓ અને તેમના ભક્ષ વચ્ચે અંતરાય પડે છે અને પશુપક્ષીઓને ખાવા દેવાથી કીડા, ઈયલ વગેરે જેની હિંસા થાય છે. અર્થાત આમ બંને રીતે દયા થતી નથી; તે કહે કે આવા પ્રસંગે દયા કેવી રીતે કરવી? પશુઓને અન્ન ખાવા દેવું અને કીડાઓને મરવા દેવા એ દયા છે કે પશુઓને ખાતા અટકાવી હાંકી કાઢી, કડાઓને બચાવી લેવા એ દયા છે?
જે પશુઓના અધિકારમાં દયા એ છે, કે પશુઓને ધાન્ય ખવડાવવું. કીડાઓના અધિકારમાં દયા એ છે કે તેમને છાંયડે નાંખવા. આ પ્રમાણે કરવાથી દયા ધર્મ થાય છે. જે મનુષ્ય ખરેખર દયાવાળો હશે, તે તે અનેક ઉપાયો કરીને જીવરક્ષા કરશેજ. વળી સાંભળે ; એક પક્ષે જીવની ઈરાદાપૂર્વક રક્ષા કરે અને તે રક્ષા અથે બીજે પક્ષે ઈરાદા વગર જીવોની હિંસા થાય, તે એ રીતે થતી જીવની રક્ષા એ પણું દયા અને ધર્મ છે. અભયકુમાર અને યક્ષદેવતાના દ્રષ્ટાંત એને માટે મેજુદ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com