________________
વ્યાઘાદિને રાજાએ પાળતા હતા. ત્યારે દૂધ પીવાડીને અને શીરે ખવાડીને જ તેમને ઉછેરવામાં આવતા હતા. સિંહનું ઉત્કૃષ્ટ આયુષ્ય સો વર્ષનું છે. જે સિંહ દરરોજ એક પશુને મારી ખાય અથવા તેને માટે પાળકને રોજ એક ગ્રુને વધ કર પડે, તે એ હિસાબે એકસિંહને અર્થે તેની જીદગીમાં ૩૬૦૦૦ જીને વધ થાય ત્યારે એક સિંહને ઉપર કહ્યો તે ખોરાક આપીને પાળવે, એટલે ૩૬ હજાર છાનું રક્ષણ કર્યા બરાબર થાય છે. આજકાલ પણ રાજા લોકેમાં સિંહ વ્યાદિ પાળવાને રિવાજ પ્રચલિત છે, પરંતુ તેમને દૂધ શીરે વગેરે ખવાડવાની અને માંસ ન ખવડાવવાની પ્રણાલિ હાલમાં નાશ પામી ગઈ છે. કોઈ પ્રસંગે એવોજ મામલે ઉત્પન્ન થાય, કે માંસ વિના કોઈ પશુનું ગુજરાન જ ન થઈ શકે અને કઈ દાતાના અંતરમાં પૂર્ણરૂપથી દયા જાગૃત થાય અને તે દુખીનું દુઃખ ન જોઈ શકે, તે એવે વખતે જેન તરીકે શું કરવું, તે માટે શાંતિનાથચરિત્રમાં શું લખ્યું છે, તે જુઓ: શ્રી શાંતિનાથજીને આત્મા પૂર્વભવમાં મેઘરથ નામે રાજા હતા. તે પણ જેનધમી હોઈ, ભારે દયાવાન હતું. એની દયાની પ્રસંશા ખુદ ઈન્દ્રદેવતાએ પણ વારંવાર ઈન્દ્રલેકમાં કરી હતી. એકવાર ઈન્દ્ર મેઘરથની દયાશીલતાની પ્રસંશા કરી. તે બે દેવતાઓએ સાંભળી અને તેમણે મૃત્યુલોકમાં આવીને, મેઘરથ રાજાની પરીક્ષા લેવાને વિચાર કર્યો. આ બે દેવતાઓ મૃત્યુલેકમાં આવી મેઘરથરાજાને દયાથી ભ્રષ્ટ કરવાનો પ્રયોગ રચવા લાગ્યા. એક દેવતાએ બાજનું રૂપ લીધું અને બીજા દેવતાએ કબુતરનું રૂપ લીધું. એક વખત મેઘરથરાજા ધર્મકાર્ય કરતે બેઠો હતે. એવામાં એ કબુતર ભયભીત બનીને, રાજાના ખોળામાં આવીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com