________________
રપ૦:
એમ સાબીત થાય છે. સૂત્રમાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે, કે અમેઘએ અર્થાત્ દયાને અર્થે (રાજાએ) અમારી શેષણ પ્રવર્તાવી હતી. જંબુકીયપત્નત્તીમાં રાજનીતિનું વર્ણન છે એ વર્ણનમાં “અમેઘએ એ શબ્દ પ્રયેાગ નથી. શ્રેણિક રાજાએ અમારી પડહ દયાથે જ ફેરવ્યું હતું અને ભગવાને પણ દયાથે જ રાજાએ અમારી ઘોષણા પ્રવર્તાવી હતી, એમ. જણાવ્યું છે. આથી સિદ્ધ થાય છે, કે દયાને અર્થે બળાત્કારે જી મરતા બચાવવા, અથવા જીને છોડાવવા, એમાં પણ દયા ધર્મ છે. હવે ચેડા-કણકને પ્રશ્ન તપાસો. ચેડા કેણુકના સંગ્રામમાં ભગવાન વચ્ચે ન પડ્યા, તેનું કારણ એ હતું કે ભગવાન કેવળજ્ઞાની હતા અને તેઓ સંગ્રામમાં પ્રવૃત્ત. થનારા માણસેના, ભાવભાવને જાણનારા હતા. તેઓ એમ પણ જાણતા હતા, કે જે મનુષ્ય સંગ્રામમાં પ્રવૃત્ત થવા તત્પર બનીને ઉભા છે; તેમનું મૃત્યુ એજ સંગ્રામમાં નિર્માયું છે. એટલે તેઓ એ સંગ્રામમાં વચ્ચે ન પડે, એ સ્વાભાવિકજ છે. તમારી દ્રષ્ટિએ ઉપદેશ આપે એ તો ચોગ્ય છે; છતાં ભગવાને વચ્ચે પડીને ઉપદેશ શા માટે આખ્યો નહિ, તથા તેમણે લડતા સૈનિકને છોડાવ્યા પણ શા માટે નહિ, એવા પ્રશ્નો તમે પૂછશે, એ બધા પ્રશ્નોના ઉત્તર એ છે, કે ભગવાન થવાનું ન થવાનું બધું જાણતા હતા; માટેજ તેમણે એ સંબંધમાં કશી પ્રવૃત્તિ કરી ન હતી. ઉત્તરાધ્યયન સૂત્રમાં અધ્યયન ૧૨ ગાથા ૮માં જણાવ્યું છે, કે યક્ષદેવતાએ યાને અર્થે હરિકેશીજી મુનિને છોડાવ્યા હતા. આ કાર્યમાં પણ ભગવાને યક્ષદેવતાએ દયા કરી હતી, એમજ ફરમાવ્યું છે. અમે જે પ્રમાણે જેનસૂત્રોના પ્રમાણે આપીને અમારા સિદ્ધાંતો સાબીત કરી બતાવ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com