________________
:૨૪૮:
છતાં ભગવાનના વચનને ઉધાપે છે શું આ જૈન કલંકીઓની દગારી (રાવા ) નથી ?
પં–કોઈ એક જીવ બીજા જીવને મારતે હેય, અને તે પ્રથમ જીવના હાથમાંથી બીજા જીવને બળાત્કારે છોડાવીએ, તો એ કાર્ય દયા નથી, પણ પાપ છે. બિલાડી, ઉંદરને મારી નાંખતી હોય, તો બિલાડીના હાથમાંથી ઉંદર છોડાવે, એ ભારે અન્યાય છે. કારણ કે ઉંદર એ બિલાડીનું ભક્ષ છે. એક માણસ જમવા બેસતો હોય અને તેના મોઢા આગળથી પીરસેલી થાળી કઈ ઉઠાવી જાય, તો જમવા બેસનાર માણસના જીવને ભારે દુઃખ થાય છે. તે જ સંબંધ ઉંદર બિલાડીના પ્રશ્નમાં પણ રહેલ છે. મહારાજા ચેડા અને મહારાજા કેણુક બંને મહાવીર ભગવાનના અનુયાયી હતા. એ બંનેના યુદ્ધમાં એક કરોડ એંસી લાખ માણસે મરણ પામ્યા હતા. જે એ લડનારાની વચમાં પડીને, તેમને છોડાવવામાં દયા હોત, તો પિતાના જ બે ભકત શ્રાવકો લડતા હતા તેમને સમજાવીને મહાવીર ભગવાને તેમને લડતા અટકાવ્યા હતા અને એક કરોડ એંસી લાખ મનુષ્યને મેતના મોઢામાંથી ઉગારી લેત. પણ ભગવાને તેમ કર્યું નથી, એ ઉપરથી સાબિત થાય છે, કે બળાત્કારે જીવે બચાવી લેવા, એમાં ધર્મ નથી.
જે –બિલાડીના હાથમાંથી ઉંદરને છોડાવવો એટલે બિલાડીને ભક્ષ અને બિલાડી વચ્ચે અંતરાય પડાવે, એમ સમજીને તમે ઉંદરને નહિ છોડાવતા હો તો એક સુવાવડી કુતરીના બચ્ચાને, બીજી કુતરી ખાઈ ન જતાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com