________________
(૧) નિશીથ સૂત્રમાં ઉલલેખ છે, કે સ્યાદવાદ માર્ગમાં તીર્થકરેએ જૈન મુનિઓને કાણું પાણી પીવાની મનાઈ કરી છે, તથા કાચા પાણીના સ્પર્શને પણ નિષેધ કર્યો છે. તે છતાં માર્ગમાં નદી આવે, તે નદી ઉતરી જવી, તથા વર્ષકાળમાં દિશાએ જવું, એ ભગવાને ફરમાવ્યું છે. કાચા પાણીને સ્પર્શ એ પહેલો આશ્રવ છે, પરંતુ અહીં નદીના પાણીને સ્પર્શ અને દિશાએ જતાં થતે કાચા પાને સ્પર્શ, એને આશ્રવ કે પાપ ગણવામાં આવતું નથી; એ તીર્થકર મહારાજની દયા છે. મળમૂત્રના રેવાથી શરીરમાં અનેક પ્રકારના રોગ ઉત્પન્ન થાય છે અને એવા દુખેથી સાધુઓને ભારે સંકટ વેઠવા પડે છે. આથી જ ભગવાને નદી ઉતરવું અને ઉત્સર્ગ કાર્ય, એ બંનેમાં કાચા પાણીને સ્પર્શ કરવાનું ફરમાન કર્યું છે.
(૨) સ્યાદવાદ માર્ગમાં અસત્ય ભાષણને સાધુએ સર્વથા ત્યાગ કરે, એમ કહ્યું છે, પણ છતાં માર્ગમાં, મુનિને દયાને અથે, મૃગપૃચ્છામાં અસત્ય ભાષણ કરવાની આચારાંગ સૂત્રમાં છૂટ આપવામાં આવી છે.
(૩) સ્યાદવાદ માર્ગમાં ચેરી કરવાનું કાર્ય, મુનિએ સર્વથા તજી દેવું, એવું ફરમાન છે; પણ છતાં મુનિ, વિહાર કરતા હોય તે માર્ગમાં વાડે આવતું હોય અને તેમાં આગ લાગી હોય, તે મુનિએ દયાને અર્થે આગમાંથી પશુઓને બહાર કાઢી મૂકવા, તથા બળતા ઘરમાંથી દરવાજો ખોલી નાંખીને કે તાળાં ઉઘાડી નાંખીને માણસોને બહાર કાઢવા એમ કહ્યું છે. દરવાજો ખોલીને પશુઓ કે માણસને નસાડી મૂક્યા, એ ચોરીને જ એક પ્રકાર છે, છતાં તેમ કરવાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com