________________
લ
પંથી-નર અથવા પશુને ભૂખની શાંતિને માટે, ભોજન કે ધાસચારા આપવા, એમાં દયા નહિ, પણ પાપ છે. જૈન-અરે ભાઈ ! તમે જરા ફરી જ્ઞાતાસૂત્ર તે જીએ: એના પ્રથમ અધ્યયનમાં લખ્યું છે, કે ધારણી રાણીએ પેાતાના ગર્ભની દયા ચિંતવીને, પથ્ય સુપથ્ય ભાજન કર્યું હતું. આ કાર્યમાં શ્રી મહાવીર ભગવાને દયા ફરમાવી છે. જીએ સૂત્રપાઠ: ધારી રાખી...તસ્ય ગમન અપળના પ, કૃત્યાત્. જીએ: ભગવાને અહીં પણ ધારિણી રાણીનું સુપથ્ય ભાજન કરવાનું કાર્ય, યાને અર્થે છે; એમજ કહ્યું છે; પણ તેથી પાપ થયું છે, કે હિંસા થઈ છે; એવુ ક્રૂરમાન્યું નથી. હવે કહા કે તમે ખતાવા છે, તેવા સિધ્ધાંત કયા સૂત્રમાં છે?
૫થી—યાર્થે અસત્ય ખેલીને મનુષ્ય કે પશુની રક્ષા કરવામાં પાપ છે, દયા નથી; કારણ કે અસત્ય ભાષણ એ, આશ્રવઢાર છે.
જૈની-ભાઇએ ! કઇ પ્રમાણેા આપીને તમારૂ કહેવું સાબિત કરશે!, કે માત્ર મેઢે ખેાલીજ જશેા ? ઠીક, હવે જીએ: આચારાંગ સૂત્રમાં કહ્યું છે, કે “ભૃગપૃચ્છામાં મુનિરાજ અસત્ય એલે, એ દયા છે. સૂત્ર પાઠ છેકે: તુલિળીને હવે દેખા નાળ વા નોજ્ઞાનંતિ વવજ્ઞા, રાય. અર્થાત્ સાધુ કે સાધ્વીની આગળથી એક મૃગલું દોડતું નીકળી જાય, તે મૃગને મુનિએ જોઈ લીધુ હાય અને પાછળથી શિકારી દોડતા આવીને સુનિરાજને પૂછે, કે મૃગ કઇ દિશાએ ગયું છે ? તે એ પ્રસ ગે મુનિરાજ શિકારીને ઉત્તરજ ન આપે. ‘ની’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com