________________
સ્થળે સ્થળે હરકોઈ દયાને, ધર્મ દયાજ કહે છે. તે પછી એ દયાને તમે પાપદયા કયા સૂત્રના આધારે કહો છો? તમે તેરાપંથી સાધુઓ, જ્યારે દલિલોને જવાબ આપી શક્તા નથી, ત્યારે શાસ્ત્રાર્થ છોડીને, ઝઘડે મચાવે છે; એ પણ નીચતા છે. આ કળીકાળમાં કોઈપણ કેવળ જ્ઞાની નથી, તેમજ કેઈ ગણધર કે પૂર્વધર પણ ન હોઈ; સૂત્રને જ પ્રમાણ માનવાના છે. એ સૂત્રમાં તો કોઈ પણ સ્થળે દયાને, પાપની દયા અથવા સાવધ અનુકંપા કહીજ નથી. સૂત્રાધાર વિનાજ તમે, દયામાં પાપ છે એવો વિપરીત સિધ્ધાંત લઈ દેડ્યા છો.
તેરાપંથી સાધુઓ! જેના આત્મામાં દયા નથી, અને જે દયામાં પાપ માને છે, તેનામાં ભગવાને કહેલું સમ્યકત્વ પણ નથીજ. એવા તેરાપંથીઓને સદગતિ પણ મળવાની નથી, અને તેમના નિવાસ યમદેવના દરબારમાંજ થવાનું છે. હે સુજાણ ગૃહસ્થો અને સાધુઓ! આ ગ્રંથમાં અમે, લેખક મુનિ પ્રીતઉદય કહીએ છીએ, કે દયામાં પાપ છેજ નહિ, માટે દયાને પાપની દયા કહેવી અથવા દયાના સાવદ્ય અને નિરવદ્ય એવા બે ભાગ પાડવા, એ કુમત તજી દે અને દયામાં ધર્મ છે, એ મહાવીર ભગવાનના સત્ય સનાતન આર્ય સિદ્ધાંતને માનનારા બને. ૩-૫૮.
: પ્રશ્નોત્તર: પંથી–જુઓ, ભગવાનની વાણીમાં કોઈ સ્થળે હિંસા કરવી, એ ધર્મ છે, એમ કહ્યું નથી. તે જ પ્રમાણે હિંસાથી ધર્મ
તે પણ નથી. આથી સિદ્ધ થાય છે, કે મનુષ્ય કે પશુઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com