________________
:૨૧૮:
વાવ, સાવરે, નદી વગેરે ભરી નાંખ્યા હતા, આથી અનેક જલજીની હિંસા થઈ હતી, પણ આ કાર્યમાં શ્રી જ્ઞાત્રિાસૂત્રે દયા ફરમાવી છે અને તે કાર્યમાં હિંસા જણાવી નથી. દયા ભાવથી પરેપકાર કરતા કેઈને વધ થઈ જાય, તે એ વધ હિંસા ગણાતી નથી. ઉત્તરાધ્યયન સૂત્રમાં લખ્યું છે કે હરિકેશી રૂષીને છાત્રક કે મારતા હતા, તે વખતે તંદુક વૃક્ષમાં રહેતા એક યક્ષે (ભૂતે), રૂષીને બચાવવા છાત્રકને મારીને હાંકી કાઢયા હતા. આ કાર્યને મહાવીર ભગવાને દયાનું કાર્ય કહ્યું છે અને તેમાં પાપ અને હિંસા બતાવી નથી હિસા, અહિંસા અને દયાના આજ વિચારોને બધા સૂત્રે ટેકે આપે છે. જૈન શાસકારોએ તે સ્પષ્ટ રીતે કહ્યું છે, કે કઈ શત્રુ દેશ ઉપર ચઢી આવે, અને તે દેશનો રાજા પ્રજાના રક્ષણાર્થે શત્રુની સામે યુદ્ધ કરે, તે એ કાર્ય દયા છે. અલબત્ત, એ યુદ્ધમાં સ્વાર્થ–મમત્વભાવ ન હોવો જોઈએ. જેના ધર્મની અહિંસા, એવું કદી કહેતી નથી, કે દુશમન ચઢી આવે, તે વખતે પણ રાજાએ પ્રજાના રક્ષણથે યુદ્ધ ન કરવું. જૈન શાસ્ત્રમાં હિંસાના બે મુખ્ય ભેદ કહ્યા છે. સંકલ્પિત હિંસા અને આરંભી હિંસા. અર્થાત કષાયને વશ થઈને, પિતાના સ્વાર્થને માટે બીજા જીવોને હાની પહોંચાડવી, એ સંકલિપત હિંસા છે અને કષાયોને વસ ન થતાં, પરેપકાર અને દયાને અર્થે જે હિંસા થાય છે, તે આરંભી હિંસા છે. આરંભી હિંસાના કાર્ય, હિંસા કે પાપ નથી, પણ દયા અને પૂણ્ય છે, એ જૈન સિદ્ધાંત છે. इति तेरहपंथी नाटके अहिंसा तथा दया जैन शास्त्रनकूल
वर्णन नाम्ने प्रथम प्रकर्ण समाप्तम् ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com