________________
:૧૩:
આવવાનુ તજી દીધું અને વગર ગુરૂએ પેાતે જાતેજ દીક્ષા લઈને, સાધુના કપડાં પહેરી લીધાં. ૭.
लावै डाणे रजोहर्ण, देख कानडको भेष । मुखपत्ती मुख बांधली, करै दया उपदेश ॥ ८ ॥
કાનડજીના વેશ રજોહરણ વગેરે ધર્મદાસે જોયાં હતાં, તેવા વેશ તેણે પણ કર્યા. કાનજીનું જોઇ તેણે પણ મુહપત્તિ બાંધી લીધી અને તે સાધુ બની જઈને દયાના ઉપદેશ કરવા મડી ગયા. ૮.
धर्मदासकी पीढी मझे, चांथे पाट रघुनाथ ।
तसु शिष्य भीखम नीकल्यो, तेरह लीने साथ ॥ ९॥
એ ધર્મદાસ છીપાની શાખામાં ચેાથે પાટે રઘુનાથ નામના સાધુ થયા. તેના શિષ્ય ભીખમજી હતા. એ ભીખમજી સાથે બીજા તેર સાધુઓ જોડાયા હતા. ૯.
अठारह से सतरहसमें, गुरु विन दिक्षा लीन । तेरह जनांके कारणै, तेरहपंथ नाम दीन ॥ १० ॥
એ ભીખમજીએ વિ. સ’. ૧૮૧૭માં વગર ગુરૂએ પેાતે જાતેજ દીક્ષા લઈ લીધી હતી અને તેએ આપેાઆપ સ્વય પાતેજ સાધુ બની ગયા હતા. એમની સાથે એમના વિચારાને માનનારા ખીજા તેર સાધુઓ હતા. આથી આ વાડાનુ નામ તેરાપંથ પડ્યું હતું. ૧૦.
भोराने भरमावता, कहै दया धर्म दो भेद |
सावज अणुकंपा कहै, दया अंग कियो छेद ॥ ११ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com