________________
गुरु विन दीक्षा आदरै, जिणग चारित्र नांहिं । भगवती सूत्र पचवीसमें, छटे उद्देसे मांहिं ॥ ४ ॥
જે મનુષ્ય ગુરૂએ આપ્યા વિના પોતે પિતાની મેળેજ દીક્ષા ગ્રહણ કરી લે છે, એ દીક્ષાને અને એ સાધુપણાને જૈનધર્મ માન્ય રાતેજ નથી. એ રીતે વિના ગુરૂએ લીધેલી દીક્ષા, એ જેનદીક્ષા નથી; એમ ભગવતી સૂત્રના પચ્ચીસમાં સૂત્રમાં છઠ્ઠા ઉદ્દેશમાં સ્પષ્ટ રીતે કહ્યું છે. ૪.
गुरु बिन दीक्षा मानतो, तू क्यो दे दीक्षा हाथ । वैरागी अपणे मते, आय मिलै तुम साथ ॥ ५ ॥
તેરાપંથીઓ ગુરૂ વિના સ્વયં પોતાની મેળે લેવાએલી દીક્ષાને જે પ્રમાણભૂત માનતા હોય, તે પછી તેરાપંથી ગુરૂઓએ શિષ્યને દીક્ષા આપવાની જરૂરજ રહેતી નથી. એ રીતે જે ગુરૂઓ દ્વારા અપાતી દીક્ષાજ બંધ થશે, તે. ખરેખર જાતેજ વૈરાગી બની બેઠેલાઓનું ટોળું, તેરાપંથમાં ભેગું થઈ જશે!
इन न्याय नहीं आक्ती, दिक्षा तुम गुरु नाण। । निगुरु पंथ तेरह सही, पंथी करहु प्रमाण ॥ ६ ॥
જૈનધર્મને આ રીતે ગુરૂ વિના અપાતી દીક્ષા માન્ય નથી અને તે દીક્ષાઓ ન્યાયને પણ અનુકૂળ નથી. જે દીક્ષા ગુરૂદેવોથી અપાએલી છે, એજ સાચી જન દીક્ષા છે. નિગર પંથ (ગુરૂ વિના આપોઆપ દીક્ષા લેવી, એ દીક્ષા પણ સાચી દીક્ષા છે એવું માનનારાઓને પંથ) પાળનારા તેર માણસે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com