________________
અનર્થ થાય છે. ગામને રાજા બગડે, તો તેથી ગામલેકેને ભારે સંકટ વેઠવા પડે છે અને જે વંશ કપુતના હાથમાં જઈ પડે, તો તેથી ભારે આફત ઉભી થાય છે, તે જ પ્રમાણે ગુરૂવિના જ્ઞાન મેળવ્યાને દાવો કરનારે અને આપોઆપ પોતેજ સાધુ બની બેસનારે પણ જૈન જગતમાં મહા અનર્થ પેદા કરે છે !! ૧.
गुरु बन ज्ञान मिलै नहीं, गुरु विन मिलेन सौख्य । गुरु विन मर्म मिट नहीं. गुरु विन मिलै न मोक्ष ॥ २ ॥
ગુરૂવિના જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી, ગુરૂવિના સુખ મળતું નથી. ગુરૂવિના મનમાં ઉપજતી ખોટી શંકાઓ પણ દૂર થતી નથી અને ગુરૂવિના કેઈને મોક્ષની પ્રાપ્તિ પણ થઈ શક્તી નથી. ૨.
कस्तूरी नाममें निपन, पशु मर्म हुइ जाय । गुरु विनां भटकत फिर, मृग जंगलके मांहि ॥ ३ ॥
ગુરૂવિના જ્ઞાન મળતું નથી અને સમિપની વસ્તુ પણ આપણે મેળવી શક્તા નથી. એનું એક ઉદાહરણ જુઓ - કસ્તુરી નામને સુગંધી આપનારે પદાર્થ, મૃગની નાભીમાં તૈયાર થાય છે, પણ એ કસ્તુરી ક્યાં હોય છે, એનું જ્ઞાન આપનારે કઈ ગુરૂ, મૃગને મળતું નથી. એથી કસ્તુરી પિતાનીજ નાભીમાં છે, એવું મૃગન ભાન થવા પામતું નથી. કસ્તુરીની સુવાસ આવતા, અમુક દિશાએથી સુવાસ આવે છે, એવી મગને બ્રમણ થાય છે અને તેથી કસ્તુરી પાસેજ હોવા છતાં, તેની શોધમાં મૃગ આખું જંગલ રખી વળે છે. ! ૩.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com