________________
૧૨૫:
(૯) ભગવતીસૂત્રમાં મુનિ જંઘાચારણ અને વિદ્યાચારણના અધિકારમાં કહ્યું છે, કે તેમણે નંદીશ્વરદ્વીપમાં જઈને જિનપ્રતિમાને વંદી હતી. અહીં “વંદ” શબ્દનો અર્થ વંદવું એટલે હાથ જોડીને દ્વાદશ આવર્તના કરવી, એ થાય છે. જીતમલજીકૃત પ્રશ્નોતરમાં તેમણે કી-તીયેટને અર્થ કીર્તિ ગાવી અને વંદણાને અર્થ વંદન અને નમસ્કાર એ કર્યો છે. જ્યારે હિતશિક્ષાવલીગ્રંથમાં જંઘાચારણાધિકારમાં મૂર્તિપૂજાનો નિષેધ શાસ્ત્ર શુદ્ધ ઠરાવવા) તેમણે લખ્યું છે, કે જંઘાચાર–વિદ્યાચરણ મુનિ નંદીશ્વરદ્વીપ જાય છે, ત્યાં વંદન કરે છે, એ ઉલ્લેખમાં વંદના શબ્દ છે, તેનો અર્થ સ્તુતિ ગાવી એટલું જ છે, ત્યાં નમસઈ એવો શબ્દ નથી. એટલે મુનિએ (મૂર્તિને) નમસ્કાર કર્યા ન હતા, એમ સિદ્ધ થાય છે. તે જ પ્રમાણે મહિઆને અર્થ દ્રવ્યપૂજા થાય છે, ત્યાં તેને અર્થ મનગ કર્યો છે, એ બંને અર્થોથી પણ સૂત્રાર્થની ચોરી થઈ છે.
(૧૦) પેચા અને પચ્ચા એ બંને શબ્દોના અર્થ એકજ છે. શ્રી પાર્ધચંદ્રસૂરીએ પણ પિતાના બનાવેલા રાસમાં પેચ્છા અને પચ્ચા શબ્દને એકજ અર્થ કર્યો છે,
જ્યારે જીતમલજીએ હિતશિક્ષાવલીમાં પચ્ચાને અર્થ આ ભવ અને પેસ્થાને અર્થ પરભવ કર્યો છે, તે ખોટું છે.
(૧૧) તપગચ્છના યતિ મોહનવિજયે ચંદ્રચરિત્રની ચોપાઈ બનાવી છે. તેમાં ૧૨ ઢાલ છે, અને પ્રત્યેક હાલમાં પિતાનું નામ લખ્યું છે. ત્યાંથી જીતમલે તેનું નામ ઉડાવી દઈને અન્ય શબ્દો ગોઠવી દીધા છે, જે જીતમલજીની ચોરી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com