________________
( ૩૭ )
મંત્રીની સ્તુતિથી પ્રસન્ન હૃદયવાળા થયેલા, દાનવીરમાં અગ્રણું એવા રાજાએ(વિરધવલે) તે કવીશ્વરને તેના ઔચિત્ય સ્થાનમાં ૩ લાખ સોનૈયા આપ્યા.
ત્યાર પછી, રાજાને નમસ્કાર કરીને, તેના આદેશથી રાજાઓ સામતે )થી પરિવૃત થયેલ, પ્રઢ હાથી પર આરૂઢ થયેલ, સારા વેત છત્રથી અને વીંઝાતા ચામરવડે ભાતે, આસપાસના શત્રુઓને ક્ષોભ પમાડતે, કીતિ–કલેલ કરનારાઓને પગલે પગલે દાન આપતે, વડિલબંધુવસ્તુપાલ) સાથે શોભતે તેજપાલ, નિશાન(વાદ્યો)ના ધ્વનિપૂર્વક, જય જય શબ્દ થતાં, પિતાને ઘરે આવ્યું. આનંદિત થયેલી
બહેનેએ તેને નીરાજના(આરાત્રિક-મંગલ) ઉત્સવ કર્યો. મંત્રીએ પણ મહાદાનવડે તેમના મનોરથ પૂર્ણ કર્યો. ”
* મંત્રીશ્વર તેજપાલે અબુદાચલ મહાતીર્થ પર કરાવેલ લુણસીહવસહિકા નામના નેમિનાથદેવ–ચૈત્યની જગતીમાં પિતાની છ બહેનેના શ્રેય માટે પણ વિહરમાણુ અને શાશ્વત જિનેની પ્રતિમાઓથી અલંકૃત દેવકુલિકાઓ વિ. સં. ૧૨૯૩ ચૈત્ર વ. ૮ શુક્ર પ્રતિષ્ઠિત કરાવી હતી. ત્યાંના શિલાલેખ પરથી ૧ ઝાલહણદેવી, ૨ માઉ, ૩ સાઉદેવી, ૪ ધણદેવી, ૫ સોહગા, ૬ વયજુકા અને ૭ પાલા એવાં બહેનેનાં નામો જણાય છે. વિ. સં. ૧૨૮૭માં કવીશ્વર સામેશ્વરે ઉપર્યુક્ત ધર્મસ્થાનની પ્રશસ્તિ [ . ૧૭ ]માં " जाल्हू-माऊ-साऊ धनदेवी-सोहगा-चयजुकाख्याः।
પલમજીવી વૈશાં મામા: સાત સો ”
આ પ્રમાણે નામે સુચિત કર્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com