SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ (ર૭). ત્યાં(ગધ્રામાં) તેણે પોતાના જયસ્તંભ જે, પર્વત જે ઉંચ, ૨૪ તીર્થકરેના મંદિરેજય-સમારક વડે ચતરફથી શોભતો, અજિતનાથ જિનમંદિર, પ્રભુના પ્રઢ બિબવડે પ્રકટ પ્રભાવાળો, ગજરચના તથા અશ્વરચનાથી અંતિ પ્રાસાદ કરાવ્યે હતો. ન્યાયની અભિવૃદ્ધિ માટે કેટલાક દિવસો સુધી ત્યાં રહીને ત્યાં નિવાસ કરતા પ્રજાજનેને યાચિત સંતુષ્ટ કર્યા હતા. નીતિના સાગર તે મંત્રી, સેનાની કાર્તિકેય)ની જેમ સેના સાથે ચાલતા, માર્ગમાં દાનવડેદરામાં લીલાઓ વડે ચારે વર્ણોને આનંદિત કરતા સ્મારક, અનુકમેવટપદ્રપુર (વડોદરા) આવ્યા, ત્યારે ત્યાંના રાજા જેવા નાગરિકોએ મોટે મહોત્સવ કર્યો હતે. ત્યાંના રાજાએ નમન કરવા પૂર્વક વિવિધ પ્રકારનાં રત્ન, મણિ, સ્વર્ણ, જાતિવંત ઘોડાઓ વિગેરે વસ્તુઓ વડે તેને ભેટશું કર્યું હતું. રાજાની ભક્તિથી રંજિત થયેલા મંત્રિરાજે પણ તેને સ્નેહપૂર્વક દર્શનથી–પ્રસાદવડે આનંદિત કર્યો હતે. ત્યાં( વડોદરામાં) રાજાના આગ્રહથી કેટલાક દિવસો સુધી રહેતાં યુધિષ્ઠિર જેવા ધર્મનિષ્ઠ સત્પરુષે (તેજપાલે), સંપ્રતિ રાજાએ પહેલાં કરાવેલા, મંદરાચલ જેવા, જીર્ણ થતા, શ્રી પાર્શ્વજિતેંદ્રના મંદિરની ધરાના આધારરૂપ ધર્મ માટે ઉદ્ધાર કરાવ્યો હતો. ૧ ગધ્રાના તળાવની પાળ પરની એક દેહરીમાં શ્રી પાર્શ્વનાથની કાઉસગ્ગ ધ્યાનમાં રહેલી ઊભી મૂર્તિ, હાલમાં દેવીના વેષમાં રખાઈ માતાના નામે પૂજાતી જણાય છે, તે કદાચ આ જૈનમંદિરમાંની હશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034643
Book TitleTejpalno Vijay
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwandas Gandhi
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1935
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy