________________
(૬) મંત્રીશ્વર તેજપાલે પોતાની પત્ની અનુપમા અને પુત્ર
લાવણ્યસિંહ(લૂણસીહ )ના પુણ્યાર્થ આબુમાં વિ. સં. ૧૨૮૭ માં આબુ ઉપર પ્રતિ
તિ કરાવેલ “લૂણસીહ–વસહી’ નામનું અપૂર્વ મનહર શિલ્પકલાવાળું સ્મારક જગતુ-પ્રસિદ્ધ છે. તેમના સમકાલીન કવિ જયસિંહસૂરિએ વિ. સં. ૧૨૮૬ લગભગમાં રચેલા હમ્મીર–મદમર્દન નામના સં. પ્રા. નાટક (ગા. ઓ. સિ. પ્રકાશિત)માં સૂચિત કર્યું છે કે ઉપર્યુક્ત મંત્રીશ્વરના ગુજરાતની અનુપમ સેવાના અપૂર્વ અવસરમાં એ લાવણ્યસિંહે પણ અમૂલ્ય સહાયતા કરી હતી. મહારાણા વીસલદેવના સમયમાં ભેગુકચ્છ (ભરૂચ)માં વિ. સં. ૧૨૯૮ માં પંચકુલના અધિકારમાં એ લૂણસીહનું પ્રાધાન્ય હતુંએમ એ સમયમાં લખાયેલ દેશીનામમાલાના ઉપલબ્ધ તાડપત્રી પુસ્તક પરથી જણાય છે. [ જુઓ ગા. એ. સિ. પાટણ ભંગ કર્યો. વ. ૧, પૃ. ૬૯]. તે ભરૂચના શકુનિકા-વિહાર-સુનિસુવ્રત-જિનમંદિરની
૨૫ દેવકુલિકાઓને પણ ઉપર્યુક્ત જયર્સિભરૂચમાં હસૂરિના ઉપદેશથી મંત્રીશ્વર તેજપાલે
સુવર્ણદંડેથી વિભૂષિત કરી, મંત્રીશ્વર ઉદયનના સુપુત્ર અંબડની કીર્તિને વિશેષ ઉજવલ કરી હતી, એમ એજ જયસિંહસૂરિકવિએ પ્રશસ્તિદ્વારા પ્રકાશિત કર્યું છે.
મંત્રીશ્વર વસ્તુપાલ સાથે તેજપાલનાં પણ વાસ્તવિક કીર્તિ-કવન અનેક કવીશ્વરેએ ઉચ્ચાર્યા છે. આબુ, ગિરનાર જેવા અત્યચ્ચ પવિત્ર સ્થાનમાં કરાવેલ રમણીય મનહર ચિરસ્થાયી સ્મારકામાં શિલાલેખરૂપે અને અનેક ગ્રંથરત્નમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com