________________
- પ્રાસ્તાવિક. K.
આ લેખ(પૃ. ૨૮)માં જણાવ્યા પ્રમાણે મંત્રીશ્વર
તેજપાલે વડોદરા પાસેના જે ઉત્કટપુરમાં આદીશ્વર જિનનું પવિત્ર ધામ
કરાવ્યું હતું, તે, વિકમની ૯ મી સદીમાં અકેટપુર નામથી જાણીતું ૮૪ ગામવાળા તાલુકા–પ્રગાનું મુખ્ય ઐતિહાસિક નગર જણાય છે. સમસ્ત મહાશબ્દો (બિરૂદ–ટાઈટલ)ને પ્રાપ્ત કરનાર, મહાસામતના અધિપતિ, સુવર્ણવર્ષ( સુવર્ણ વર્ષાવનાર), રાષ્ટ્રકૂટવંશી લાટેધર કર્કરાજે શકનૃપ સં. ૭૩૪( વિ. સં ૮૬૯)માં વૈ. શુ. ૧૫, સિદ્ધશમી આવાસથી વડપદ્રક ગામ(વર્તમાનમાં શ્રીમંત સરકારની રાજધાની વડેદરા)ને માતા-પિતાના તથા પિતાના આ લેક અને પરલોકના પુણ્ય-યશની અભિવૃદ્ધિ માટે બ્રહ્યદાય તરીકે આખ્યાને ઉલેખ, તામ્રપત્રમાં મળે છે. વલભી(વળા)થી વિનિર્ગત ભટ્ટ સામાદિત્યના પુત્ર ચાતુર્વિદ્ય બ્રાહ્મણ ભાનુભટ્ટને ધાર્મિક ક્રિયાવૃદ્ધિ માટે અપાયેલ ઉપર્યુક્ત વડપદ્રક ગામ, પહેલાં, આ અકેટ્ટકના ચતુર્વેદી બ્રાહ્મણને અપાયેલું હતું, તે સમયે આ અકેટક(વડોદરાની પશ્ચિમમાં)ની મુખ્યતાવાળી ચોરાશીમાં ગણાતું હતું. [ વિશેષ માટે જુઓ જ. મેં. . . ૮, પૃ. ર૩ તથા ઈ. એ. જે. ૧૨, પૃ. ૧૫૬ ]. હાલમાં જે નાનું ગામ અકોટા નામથી ઓળખાય છે. સમયની બલિહારી છે !!! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com