________________
પ્રતિકૂલ સયેાગા વચ્ચે પણ જેના પવિત્ર આત્માએ ઉચ્ચ પ્રકારની શાંતિ, હિંમત, અદ્ભુત ધૈં, વિવેક અને ડહાપણુ દર્શાવ્યાં.
અતિક્ષીણુ અશક્ત થયેલા દુલ દેહે પણુ, દાદરેથી પડતી પોતાની એ વર્ષની બાલિકા( ચિ. કામુદી )ને ઝીલી બચાવી લેવા જેણીએ કાળ ભરી. અંતિમ દિને મૃત્યુ-શય્યાથી પણ જેણીએ સ્વજનકુટુંબના ધ્યેયમાટે ઐકયની ભવ્ય શુભ ભાવના પ્રકટ કરી, સજીવા પ્રત્યે ક્ષમાપના કરી. પ્રભુ-પ્રાર્થના, તીર્થસ્તવન–શ્રવણ-સ્મરણ અને સ્વાધ્યાય–ધ્યાનમાં ચિત્ત એકાગ્ર કર્યું. લાલશ્રીજી જેવાં વયેા પૂજ્ય સાધ્વીજીનાં દર્શનના અને અંતિમ આરાધનાના સુયેાગ મેળવ્યા.
મૃત્યુની આગાહી થતાં, ખેાળામાં માથું મૂકી સદાને માટે વિદાય માગતી પત્નીને, જીવન બચાવવા અસમર્થ નીવડતા સ્વજન, અશ્રુજલાંજલિ સિવાય શું આપી શકે ? ઇષ્ટ જનના વિયાગનુ આધ્રાતકારક વિષમ દુઃખ અનુભવતા સાચા પ્રેમી પણ અન્ય શું કરી શકે ?
જેને નિર્દોષ આનંદી સ્નેહાળ સરળ સૌમ્ય સ્વભાવ નજર સામે તરવરે છે. જેની સાચી ટેક, સાચું કહેવાની હિંમત, વ્યવહાર–દક્ષતા અને જેના વિનય, વિવેક, વિદ્યા–કલા—પ્રેમ આદિ સદ્ગુણાને સ્નેહી સંભારે છે, જેનુ કુટુંબ-વાત્સલ્ય ભૂલાતું નથી; તેના વિયેાગની વાર્ષિક તિથિએ ( સ્વર્ગવાસની સંવત્સરીમાં ) તેના આત્માને પરમ શાંતિ ઈચ્છતાં, નિવાપાંજલિરૂપ આ સ્મરણાંજલિ સમર્પે છુ. આ લધુ કૃતિ જેની શુભ ભાવનાભરી પ્રેરણાથી પ્રકટ થાય છે, તે આત્માએ અધિષ્ઠિત કરેલા દેહની પ્રતિકૃતિનીયેાજના અહિં ઉચિત લેખાશે.
વિ. સં. ૧૯૯૧ આષાઢ વ. ૧૨
વાદરા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
}
—લેખક.