________________
આ કવિત્ત સાંભળતાં જ તેના હૃદયમાં અતિશય આનંદ ઉભરી ચા. તેજ વખતે દરવાજાના શિખર ઉપર પૂર્ણ ચંદ્રને ઉદય થતો જોવામાં આવ્યું. તે જોઈ પ્રવાસી આશ્ચર્ય મગ્ન થઈ ગયે. આ વખતે રાત્રિ નથી, તે છતાં આ ચંદ્રને ઉદય કેમ થ હશે? આ કવિતામાં પણ ચંદ્રનું નામ સાંભળવામાં આવે છે. તેણે ક્ષણ વાર વિચાર કર્યો, ત્યાં તેને હૃદયમાં સ્કુર્તિ થઈ આવી. તેણે હદયમાં વિચાર્યું, “અહા! હવે મારા જાણવામાં આવ્યું. આ આકાશચંદ્ર નથી પણ જ્ઞાનચંદ્ર છે. મારા ઉદ્ધારને માટે તે આ સ્થળે ઉદિત થયેલ છે. આ પ્રમાણે તે વિચારતા હતા તેવામાં પાછા બીજો વનિ તેને સાંભળવામાં આવ્યા
“જે જ્ઞાનરૂપ ચંદ્રના ઉદયથી અંતરનું મેહરૂપ અંધકાર નાશ પામી જાય છે, તે મેહધકારને નાશ થવાથી, શુભ અને અશુભ કર્મના જે બે પ્રકાર છે, તે દૂર થઈ જાય છે અને સહજ ભાવે કર્મ બંધરૂપ છે એવું દેખાય છે. એવા તે જ્ઞાનરૂપ ચંદ્રની પૂર્ણ કળા પ્રગટ થવાથી લોકાલોકને પ્રતિભાસ થાય છે. તે જ્ઞાનચંદ્રની કળાને કવિ મસ્તક નમાવી પ્રણામ કરે છે. ૧
આ વનિ સાંભળી પ્રવાસીને મનમાં નિશ્ચય થઈ ગયો. જરૂર મારા હૃદયની કુર્તિ સત્ય છે. આ ખરેખર જ્ઞાનચંદનેજ ઉદય થયેલ છે. આ ચોથી ભૂમિકાને પ્રવાસ મારા હૃદયને વિશેષ આનંદ આપશે. અહીં મારા જિજ્ઞાસુ હૃદયની સર્વ કામના પરિપૂર્ણ થશે. જેણે મને આ તસ્વભમિને માર્ગ બતાવ્યો છે, તે મહાયેગીનું કલ્યાણ થજો. એવા પરોપકારી સજનોને સહસ્ત્રવાર ધન્યવાદ ઘટે છે.
આ પ્રમાણે પ્રવાસી હૃદયમાં ચિંતવતે હતો. ત્યાં તે જ્ઞાનચંદ્ર દિવ્ય સ્વરૂપે મુસાફરની પાસે આવ્યો. તેની સાથે બે પુરૂષો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com