________________
( ૭૪ ) ' હે મિત્ર પ્રવાસી, આ પ્રસંગે તને સમરસ ભાવનું સ્વરૂપ કહું, તે સાંભળ–તે બન્ને નયને સમાન ભાવે રાખી સમકિત સહિત સમરસ ભાવમાં રહેનાર પુરૂષ સર્વ રીતે પ્રશંસાપાત્ર છે. તે પુ. રૂષ બને નયનું યથાર્થ સ્વરૂપ જાણું તેઓના પક્ષપાત તજી સમરસભાવમાં રહે છે, અને સર્વ નયના વિસ્તારમાં જે ચેતનાની એકતા છે તેને આબાદ રાખી મહાહના ભ્રમને નાશ કરી શુદ્ધ ચિદનંદના અનુભવને અભ્યાસ કરી તે ક્ષપણુપર આરોહણ કરે છે. પછી ત્યાં રહેલ પરમાત્માના બળને પ્રકાશ કરી સુખના રાશિરૂપ એવા મોક્ષપદને વિષે મળી જાય છે. - વળી હે પ્રવાસી, સમરસ ભાવને પામેલે પુરૂષ કે વિચાર કરે છે? તે તારે અવશ્ય જાણવા છે—તે કહે છે કે, જેમ કે બાજીગર ચાટામાં ઢોલ વગાડી ભાતભાતના રૂપ ધારણ કરી પિતાની ચાતુરીની વિદ્યા પ્રસારે છે. અને તેને લેકે સાચી માને છે, તેવી રીત અનાદિ કાળથી મિથ્યાત્વની હેરેમાં મગ્ન બની રહે છે, અને જાતજાતની પિનિમાં આવી તેને જે મેં પિતાની માની લીધી હતી, તે હાલ મને જ્ઞાનની કળા પ્રાપ્ત થવાથી મારી ભ્રમદષ્ટિ દૂર થઈ ગઈ છે. તેથી પિતાની અને પારકી સામગ્રી માર એળખવામાં આવી ગઈ છે. વળી જે જ્ઞાનકળાને ઉદય થવાથી વસ્તુનું પરિમાણ થાય છે, તેથી પિતાની પરંપરાની શુદ્ધિ મારામાં આવી એવા નિશ્ચયથી મારી જોતિ જે મારું સ્વરૂપ તેને મેં સારી રીત ઓળખી લીધું છે. આ સુવિચાર કરી પછી તેને જે આ નંદને અનુભવ થાય છે, તે આનંદ અવર્ણનીય છે. તે આનંદ સામાન્ય જનને થતા નથી, પણ તે સમ્યક સ્વરૂપને શુદ્ધ અનુભવમાં વિચારનાર પવિ જ્ઞાતા પુરૂષને જ થાય છે–તેનું આબેહુબ વર્ણન નીચની કવિતામાં આપેલું છે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com