________________
( ૩ ). આપના સ્વરૂપને ઓળખી શકો છું. આપ પરમાર્થ શિક્ષા છે. કહે. તે સાચું છે કે છે?
બાળ હસીને બેલી–ભદ્ર, તમે સાચા છે. હું આહતધર્મની પરમાર્થ શિક્ષા છું. મારા પિતાનું નામ હિતોપદેશ છે. જેઓ તમને આગળ મળ્યા હશે.
પ્રવાસી–હા એ ખરી વાત છે. તમારા પવિત્ર પિતા મને હમણાજ મળ્યા હતા. તેમણે આ પ્રવાસીને ભારે ઉપકાર કર્યો છે, મારે ઉપકાર કરે એમાં શું આશ્ચર્ય? એ મહાનુભાવ તો આ વિધના ઉપકારી છે. મહાદેવી, તમે હમણું જે બેધક કવિતા ગાઈ હતી, તે મને સ્પષ્ટ રીતે સમજાવે
પરમાર્થ શિક્ષા–મારી ઇચ્છા એવી છે કે, એનું વ્યાખ્યાન તમે પિતજ કરે.
પ્રવાસી–મારા કરતાં આપને મુખે સારૂં વ્યાખ્યાન થશે.
પરમાર્થ શિક્ષા–નહીં, મને ખાત્રી છે કે, તમે તેનું વ્યાખ્યાન સારી રીતે કરી શકશે.
પ્રવાસી–જેવી આપની ઈચ્છા. આ પ્રમાણે કહી જૈન મુસાફરે તે પરમાર્થ શિક્ષાની કવિતાનું વ્યાખ્યાન નીચે પ્રમાણે કરવા માંડયું:–“શુદ્ધ છવદ્રવ્યમાં જે તેજ રહેલું છે, તે પરમાર્થ કહેવાય છે, હે ભવ્ય છે, તમારે કેઇ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પામીને એવું કામ કરવું કે, જેથી એક મુહર્ત માત્રામાં તમારે મિથ્યાત્વ મોહને નાશ થાય અને તમારામાં જ્ઞાનને અંશ જાગ્રત થાય તે પછી તમારે “સોટું ફંસો એવા બનીને કરતો હંસ જે આત્મા તેને શોધી લેવો. પછી તેનું લક્ષણ વિચારી તેને ઓળખી તેનું ધ્યાન કરવું. એવી તેની કળાનું શોધન કરતાં કરતાં કુતૂહલના ખેલ કરવા. જેથી તમારે જન્મપર્યત તેના રસનું પાન કરવું. એ રીતે વિકાર રૂપથી ફેલાઈ રહેલા વિવાસના વિલાસને ત્યાગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com