________________
સંસારમહેદધિમાં અથડાતા આત્માઓને સર્વવિરતિ સંયમ એ નૌકા સમાન છે.
આગમોહારક આચાર્યદેવ શ્રીસાગરાનંદ સુરીશ્વર નમો નમઃ ઇત્યાદિ.
આ વ્યાખ્યાનગૃહમાં એક બાજુએ વ્યાખ્યાનપીઠ બાંધવામાં આવી હતી, જેને વિવિધ ભાવના સ્કુરાયમાન થાય તેવા છત્રી પુંઠીયાથી અલંકૃત કરવામાં આવતી હતી વ્યાખ્યાનને નિયમિત ટાઈમ ૯થી ૧૦માન રાખવામાં આવતો હતો. વ્યાખ્યાનકાર પુજ્યપાદ, પ્રાતઃસ્મરણીય, પરમપકારી, સકલશાસ્ત્રજ્ઞાતા, શાસનસ્થંભ, શૈલાનાનરેશ પ્રતિબંધક, આગમના અખંડ અભ્યાસી, આગમવાચનાદાતા, આગમહારક આચાર્યદેવ શ્રીમાન સાગર નંદસૂરીશ્વરજી મહારાજશ્રી હતા. જેઓ પિતાની વૈરાગ્યવાહિની, સુધાર્યાદિની, સન્માર્ગદર્શક, સાદી પણ તલસ્પર્શી વાણીથી ધર્મબોધ આપતા હતા. આનો લાભ અન્ય સાધુસમુદાય તથા સાવજી મહારાજે તેમજ શ્રાવકશ્રાવિકાઓ ઠીક પ્રમાણમાં લેતા હતા. વ્યાખ્યાનગૃહ વિશાળ બાંધવામાં આવેલા હોવાથી જગ્યા સંબંધી
Shree Sudharmaswami Gyanbhandarkmarzrágyanbhandar.com