________________
અધિવેશનના કરા જાહેર કરવાનું રાખવામાં આવ્યું હતું, જે ઠરા બધા સર્વાનુમતે પસાર થયા હતા. બાદ પ્રમુખશ્રીને તથા સ્વાગત પ્રમુખસાહેબને હારતોરા અપે. વામાં આવ્યા હતા અને શાસનદેવની જય સાથે અધિવેશનની ત્રીજા દિવસની બેઠક સમાપ્ત થયેલી જાહેર કરવામાં આવી હતી. - તા. ૨૦-૩-૩૫ના રોજ અધિવેશનની પૂર્ણાહુતિનો દિવસ હતો. બપોરના ત્રણ વાગતાનો સમય સભા માટે નિયત કરવામાં આવેલ હતો. નેક નામદાર મહારાજા જામ સાહે બશ્રી દિગ્વિસિહજીને આજની સભા સમક્ષ માનપત્ર એનાથત કરવાનું હોવાથી તેઓ સાહેબ સભામાં પધારવાના હતા.
પ્રજાપાલક, ધર્મવત્સલ નામદાર મહારાજા જામસાહેબની પધરામણીના સમાચાર શહેરમાં ફેલાતાં પ્રજા હર્ષઘેલી બની હતી. સભા વખત ત્રણ વાગતાંને હોવા છતાંય સૌ કે અગાઉથી જ પોતાની જગ્યા નિયત કરવા લાગ્યું હતું.
બરાબર ત્રણ વાગતાં જ મહારાજા સાહેબ મંડપમાં આવી પહોંચ્યા હતા. સુરતની શ્રી જેન વેલંટીયર કોરના
Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com