________________
ભાષણ વાંચી સંભળાવ્યું હતું અને પછી પ્રમુખશ્રીએ પિતાનું વકતવ્ય વાંચી સંભળાવ્યું હતું. બાદ બન્ને પ્રમુખને પુષ્પના હારતોરા પહેરાવવામાં આવ્યા હતા, પછી શ્રીશાસનદેવની જય બેલાવી પહેલી એઠક ખતમ થઈ હતી. બીજે દિવસે એટલે ૧૪ ચૌદશના રોજ બધા ભાઈઓએ પૌષધ લીધેલ હતું અને પ્રભુ દર્શન, ગુરુવંદન તથા દેવવંદનની ક્રિયાઓ થઈ રહ્યા બાદ ૨ થી ૪ વાગ્યા સુધી સાગરાનંદસૂરીશ્વરજી સાથે પ્રશ્નોતરી ચાલી હતી, જેમાં અનેક પ્રશ્નોના જવાબ સુરીશ્વરજી શાસ્ત્રાનુસાર અાપી લેકેને ઘણો જ સંતોષ આપતા હતા. સૌ કે પિતાની શંકા પૂછીને શાસ્ત્રીય સમાધાન મેળવી રાયા હતા. પ્રજોત્તરીમાં રસ ઠીક જામ્યો હતો. બાદ પ્રતિક્રમણ કરી પૌષધ પારીને રાત્રે વિષયવિચારિણી સમિતિની બેઠકમાં હાજરી આપવા પ્રમુખશ્રીને ઉતારે ભાઈઓ પધાર્યા હતા, જ્યાં ત્રીજા દિવસની બેઠક માટે પસાર કરવામાં આવનાર ઠરાવો ઘડી કાઢવામાં આવ્યા હતા. ત્રીજે દિવસે સવારના ભાગમાં વ્યાખ્યાન તથા પ્રશ્નોત્તરી રાખવામાં આવ્યા હતાં અને બપોરની બેઠકમાં
Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com