________________
૫૪૨
તપ અને
નારા અને ઉપાશ્રયમાં જનારા સર્વ લેકે સ્પષ્ટ રીતે એ વાત સમજી શકે છે કે ગામમાં જે પ્રમાણ વ્યાખ્યાનને શ્રવણ કરનારાઓ અને તહેવારોમાં પ્રતિક્રમણ કરનારાઓનું હોય છે, તેને આધારેજ ઉપાશ્રયનું માપ હોય છે. આપણે દેખીએ છીએ કે ઉપાશ્રય હજારે મનુષ્યની બેઠકની સગવડ ધરાવનારા હોય છે, ત્યારે સાધુઓની સંખ્યા કોઈ દિવસ પણ તેટલા પ્રમાણમાં આવનારી હોતી નથી. કદાચ એમ કહી શકે કે ઉપાશ્રયના હેલ સિવાય બાકીના ઓરડા વિગેરેના સ્થાને સાધુને માટે જ હોય છે, તો તેમાં પણ પ્રથમ દૃષ્ટિએ તે તે ઓરડાની બેઠક ગૃહસ્થની હાજરીને અંગેજ કરવી પડે છે, અને ગૃહસ્થામાં પણ પૌષધ કરનારો સર્વ વર્ગ ઉપવાસ કરનારો હોતો નથી, અને જેઓ ઉપવાસ ન કરી શકે તેવા હોય તે બધાને પોતાને ઘેરે એકાસણું આદિક કરવાની સગવડ હેય નહિ અને તેથી તે પૈષધવાળાને એકાસણાદિ કરાવવા માટે ઓરડાદિકની જરૂર પડે તે સ્વાભાવિક જ છે. એવી જ રીતે સ્થડિલ
અને માત્રાની ભૂમિ પણ પૌષધ કરનારને જરૂર જોઈએ Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com