________________
૫૨૫
આત્મજીવન આપવાના ઉપકારથી આરાધના
આવી રીતે આત્મજીવનમાં જોડાએલો આત્મા સંપૂર્ણ આત્મજીવનને થોડા ભવે કે ઘણા ભવે મેળવ્યા સિવાય રહે જ નથી, તો આ આત્મજીવનની ઝાંખી અને સંપૂર્ણપણવાળું આત્મજીવન આ આત્માને કેપણ અર્પણ કરનાર હોય તે તે ફક્ત ત્રિલેનાથ તીર્થકર ભગવાન જ છે. આ વસ્તુ યથાસ્થિત સમજનારે મનુષ્ય સામાન્ય દુનિયામાં આંધળાને આંખ, બહેરાને, કાન કે મરતાને જીવન આપનારાને ઉપકાર જેમ તે પૂર્વ અવસ્થાના આંધળા વિગેરે અસાધારણપણે માને છે, તેના કરતાં અનંતગુણો ઉપકાર આ તત્ત્વદૃષ્ટિએ આત્માને કેવળજ્ઞાનને આપનારા સર્વજ્ઞ મહાપુરુષને મનાય તેમાં આશ્ચર્યજ નથી, અને તેવી રીતે આપેલી વસ્તુ અને આપનાર મહાપુરુષનું સત્ય સ્વરૂપ જાણનારે સુજ્ઞ પુરુષ તે મહાપુરુષની ઉપકારને બદલે તે શું પણ સ્મરણને માટે અગર પોતાની જનતાને માટે તેઓના નામ અને પ્રતિમાઓ દ્વારા ભકિત કરવા તૈયાર થાય તેમાં
આશ્ચર્યજ નથી, તેથી સમ્યક્ત્વને પ્રાપ્ત કરનારાઓએ Shree Sudharmaswami Gyanbhandarumarærágyan bhandar.com