________________
ઉજ્ઞાપન
૫૯
અજ્ઞાન વિષય માત્ર દૃશ્ય પદાર્થોને અંગેજ હોય. જોકે સમ્યક્ત્વ છદ્મસ્થાને પણ હોય છે અને તેને વિષય સર્વદ્રવ્ય અને સર્વપર્યાય છે, છતાં તે સમ્યક્ત્વ ત્રિલોકનાથ તીર્થ કરના વચનને જ અનુસરતું હોવાથી શ્રધેય પદાર્થો સર્વપી અને અરૂપી પોતપોતાના પર્યાયોની સાથે હોય છે, તેથી તેને સર્વગત કહેવું પડે છે, અર્થાત જિનેશ્વર મહારાજને ઉપકાર એક બાજુ મેલવામાં આવે તો સમ્યફનીજ ઉત્પત્તિ નથી, તે પછી તેનું સર્વગતપણું તો હેયજ ક્યાંથી ? જે કે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ મહારાજાઓના વચનથી પણ સમ્યકત્વ થાય છે, પણ તે આચાર્ય મહારાજા વિગેરેના સમ્યક્ત્વ ઉત્પન્ન કરનારાં વચને સ્વયં જ્ઞાનથી પદાર્થો દેખીને ઉચ્ચારાએલાં હતાં નથી, પણ માત્ર જિનેશ્વર મહારાજે કરેલાં વચનને અનુવાદ જ છે. આ વાત ધ્યાનમાં રાખવાથી સમગ્ર સૂત્રના અર્થોના કરનારા તીર્થંકરેજ કેમ છે, અને અર્થને અરિહંત જ કહે છે એ હકીકત
કેટલી બધી મહત્તાવાળી છે તે સહેજે સમજી શકાશે. Shree Sudharmaswami Gyanbhandarkwarærágyanbhandar.com