________________
ઉઘાપન
ચક્રમાં આઠ જ ભવ મળી શકે એવા સાધુધર્મ ઉપર કેમ રાગ ન ધારે ? અને તેથી જ મહારાજા શ્રીપાળજી ગુણાનુરાગીની લાઈનમાં દાખલ થઈ હંમેશાં સાધુધર્મના રાગદ્વારા ચારિત્રપદને આરાધના કરે છે. મનની સુન્દરતા અને સ્થિરતાનું ફલ
ઉપર જણાવ્યા પ્રમાણે અરિહંત મહારાજ વિગેરે આઠે પદની આરાધના જે રીતે મહારાજા શ્રીપાળજીએ કરી, તે સામાન્ય રીતે જોઈ ગયા, પણ તે આઠે પદની આરાધનામાં મનની સુંદર દશા થવી એ પહેલે નંબરે જરૂરી છે, તેમજ મેક્ષે જવાવાળા મનુષ્યોને પણ મનની સુંદરતાની અનિવાર્ય જરૂર છે, માટે મનની શુદ્ધિને આરાધન કરનારાઓએ અવશ્ય આદરવી જોઈએ, અને મોક્ષે જનારા દરેકે મનની શુદ્ધિ જરૂર આદરેલી જ છે. મનની શદ્ધિ એજ નિકાચિત કર્મને તોડનારી વસ્તુ છે. સમ્યદર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્ર એ ત્રણ મોક્ષમાર્ગ હેઈ નિર્જરાનું સાધન છે, પણ અનિકાચિત કર્મો જ તેનાથી તૂટે છે. નિકાચિત કર્મોને તોડવાનું સામર્થ મનની
સુંદરતા સિવાય બીજા કોઈમાં છેજ નહિ. આ વસ્તુ. Shree Sudharmaswami Gyanbhandarukmarærágyanbhandar.com