________________
અને સંસર્ગજ જણાવે છે. ભક્તિરાગમાં ભળી જતો સ્નેહરાગ
આ બધી હકીકત જેવી રીતે શાસ્ત્રીય છે, તેવી રીતે જગતમાં પણ દેખીએ છીએ કે પિતાના કુટુંબનો કોઈ પણ મનુષ્ય આચાર્ય, ઉપાધ્યાય, પંન્યાસ, ગણિ કે અન્ય કોઈ પદવીધર થએલ હોય તેને સાધુતા કે પદસ્થપણાની ઉત્તમતાની સાથે કુટુંબીપણું તરીકે અધિક માનવાનું થાય છે. તેવીજ રીતે પોતાના કુટુંબીઓ કે સંબંધીઓના દાન, શીલ, તપ, ભાવ, ઉપધાન ઉજમણું, પ્રતિષ્ઠા, તીર્થયાત્રા, સંઘયાત્રા કે સ્વાધ્યાય, ધ્યાન વિગેરે જે પ્રવૃત્તિઓ મોક્ષને માટે જ કરાય છે, તે વખત પણ કુટુંબ અને સંબંધી તરીકે વિશેષ સગવડ, સહાય અને અનુમોદન કરવામાં આવે છે. ભક્તિરાગ અને સ્નેહાગની પાથયેતાની જરૂર છે તે પ્રસંગે પણ ધર્મપ્રેમીઓ ગુણાનુરાગ અને સ્નેહરાગનો વિભાગ સમજી કે ધારી શકતા નથી, પરંતુ તે સ્થાને પણ ગુણાનુરાગની સાથે સ્નેહરાગ પણ ઝળકી રહેલું હોય છે, પણ ધર્મપ્રેમીઓએ તે તે રાગનાં તે તે
Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com