________________
૪૬૮
તપ અને
કે અરિહંતપણા કરતાં સિદ્ધપણમાં ગુણોની અધિકતા હકને ગુણાનુરાગવાળાને ભગવાન મહાવીર મહારાજના મેક્ષ થવાથી ગુણાનુરાગ તૂટવાનો પ્રસંગ નથી પણ ગુણાનુરાગ વધવાનો પ્રસંગ છે, અને તેથી શ્રમણ ભગવાન મહાવીર મહારાજનું નિર્વાણ એ કોઈપણ પ્રકારે ગુણાનુરાગને ઉચ્છેદ કરનારું કારણ નથી, પણ વધારનારું કારણ છે. ઉચ્છેદ તો તેજ રાગને મોક્ષ થવાથી થાય છે કે જે રાગ શરીરને પરિચય આદિકને અંગે સંબંધ રાખનારો હેય, અને તેથી જ શ્રમણ ભગવાન મહાવીર મહારાજના નિર્વાણથી ભગવાન ગૌતમસ્વામીજીને તે અનેક ભવના પરિચય, સંબંધ અને સંસર્ગથી ચાલતે રાગ તૂટી ગયે અને તે તૂટવાના પ્રતાપે જ ભગવાન ગૌતમસ્વામીજી કેવળકમલાને વરી શક્યા, એટલે કેવળ કમલા વરવામાં ભક્તિરાગ કે ગુણાનુરાગને તૂટવાની કે તેડવાની જરૂર નથી, પણ સ્નેહરાગને તોડવાની જરૂર છે. શ્રી ભગવતીજી અંગમાં પણ શ્રમણ ભગવાન મહાવીર મહારાજ શ્રીમુખે ભગવાન ગાતમસ્વામીજીને કેવળજ્ઞાન
નહિ થવાના કારણ તરીકે પણ ભવને પરિચય, સંબંધ Shree Sudharmaswami Gyanbhandamararágyainbhandar.com