________________
ઉણાપન
૪૫૭
તે છવ ત્યારેજ મરશે કે જ્યારે તે જીવનું આયુષ્ય કર્મથી ઢીલું હશે, અને જે તેણે આયુષકર્મ ઢીલું બાંધેલું છે, તે બાંધતી વખત થએલ અનિશ્ચિતપણારૂપ શિથિલ પરિણામને અંગે છે, એટલે એમ કહેવું જ પડે કે નિબિડ આયુષ્યવાળો કે ઢીલા આયુષ્યવાળો એ બેમાંથી એકે પણ પ્રકારના આયુષ્યવાળો છવ કોઇના એકલા પ્રયત્નથી મરવાને નથી, એટલે હિંસાથી વિરમવારૂપ દયા પણ ગુન્હેગારોને અંગે સજા કરવી જોઈએ એવું માનનારાને માટે રહેતી નથી. દુ:ખ ટાળવાની દૃષ્ટિએજ સમિતિઆદિ
મહાવ્રતોનું અસ્તિત્વ વળી મરણનું દુઃખ ન થાય એવી બુદ્ધિ ન હોય તો તેને મરણ ન દેવું એ રૂપ દયા ધારવાની જરૂર શી? ધ્યાન રાખવું જોઈએ કે સર્વ પ્રાણોના વિયોગથી થતા મરણના દુઃખને બચાવવામાં જે દયા માનવામાં આવે તો ચારથી માંડીને દશ સુધીના પ્રાણોને ધારણ કરવાવાળા જીવોને એકપણ પ્રાણ જવાથી જે દુઃખ થાય તે
દુઃખને ટાળવું એ દયા કેમ ન હોય? સર્વ પ્રાણોના Shree Sudharmaswami Gyanbhandaruwmarærágyanbhandar.com