________________
૪૪૨
તપ અને
કમાંથી માત્ર મિથ્યાદર્શનશલ્ય નામના અઢારમાં પાપ
સ્થાનકને જ ત્યાગ કરનારા હોય છે, એટલે માત્ર ખોટી માન્યતા અને શ્રદ્ધાનેજ છોડવાની હોય છે. હિંસા વિગેરેની પ્રવૃત્તિરૂપ બાકીના સત્તર પાપસ્થાનકોમાંથી એક પણ પાપસ્થાનકને સરાવવાનું કે ત્યાગ કરવાનું તેને નિયમિત હેતું નથી. છતાં તે માત્ર શ્રદ્ધા ધરાવનારાઓની સંખ્યા પણ જ્યારે સર્વજીવના અનંતમા ભાગે છે, તે પછી તે શ્રદ્ધાની પ્રાપ્તિ થવી કેટલી મુશ્કેલ છે એ સમજવું કઠિન નથી, અને તે અનંત હિસ્સો કઠિનતાવાળો છે એમ સમજવામાં આવે તો તે કઠિનતાને પસાર કરનાર સમ્યગ્દષ્ટિ જીવોની મુશ્કેલી અને દુર્લભતા સહેજે ખ્યાલમાં આવી જશે, અને જે તે ખ્યાલમાં આવશે તે શાસ્ત્રકાર દેવેન્દ્રપણું નરેન્દ્રપણું અને ચક્રવતિપણું પ્રાપ્ત થાય તેના કરતાં પણ સમ્યગ્દષ્ટિપણની પ્રાપ્તિ થવી જે અત્યંત દુર્લભ જણાવે છે તે પણ સમજાશે. જૈનધર્મની વાસનાનું ચક્રવર્તિપણા કરતાં મહત્વ
વળી ધર્મપ્રેમી પુરુષ ભવાંતરને માટે પ્રણિધાન કરતાં Shree Sudharmaswami Gyanbhandarkmarærágyanbhandar.com