________________
જણાપન
૪૪૧
-
-
ધાન્ય, કુટુંબકબીલો, માતાપિતા, પુત્ર, સ્ત્રી અને દુનિયાની તમામ મોજમજાઓ છોડીને અંગીકાર કરેલી અનગારતા કેવળ દુનિયાના દેખાવનો ભાગ છે, માટે દરેક સમ્યગ્દષ્ટિ, દેશવિરતિવાળા કે સર્વવિરતિવાળાઓએ આગળ જણાવેલા હિસાદિક પાપના પરિહારરૂપ યતિધર્મ એટલે સાધુધર્મ ઉપર અવિહડપણે રાગ રાખવો એ સમ્યગ્દષ્ટિપણાદિકની પ્રથમ કળા છે. સમ્યગ્દર્શનને ધરાવનારની ઉત્તમતા અને
તેઓની અલ્પતા જગતની અંદર સામાન્ય ગુગોની પ્રાપ્તિ થવી એ મુશ્કેલ છે, તે પછી સમ્યગ્દર્શનાદિ જેવા અવ્યાબાધપદના અવ્યાહત સાધનને પ્રાપ્ત કરવા માટે નસીબદાર ઘણું ઓછાજ જીવો હોય તે સ્વાભાવિક જ છે. શાસ્ત્રકાર મહારાજાઓ પણ સમ્યગ્દર્શન પામેલાની સંખ્યા જગતના સર્વછના અનંતમા ભાગે જ માને છે. જ્યારે સમ્યગ્દર્શન એ કેવળ માનસિક કે આત્મવિચારણીય ચીજ છે, કેમકે તે શુદ્ધ તત્વની શ્રદ્ધાસ્વરૂપજ છે. તે શુદ્ધ સ્વરૂપની
શ્રદ્ધા ધરાવનારો સમ્યક્ત્વવાળા પુરુષ અઢાર પાપસ્થાનShree Sudharmaswami Gyanbhandarkmarærágyanbhandar.com