________________
તપ અને
શ્રી જનશાસનની ઉત્પત્તિની જરૂર
જિનેશ્વર મહારાજના શાસનમાં હિંસાદિક અઢારે પાપસ્થાનકનું સ્વરૂપ નિરૂપણ કરવું તે પ્રથમ નંબરે જરૂરી છે, કેમકે જૈનશાસન જગતના ઉદ્ધાર માટેજ ઉત્પન્ન થએલું છે, અને જૈનશાસનારાએ જગતને જે ઉદ્ધાર માનવામાં આવ્યો છે તે શરીરના હુષ્ટપુષ્ટપણને લીધે કે આરોગ્યતાને અંગે નહિ, તેમજ રૂપાળાપણું, મજબુતપણું કે તેની ઉંચાઈ પણને અંગે નહિ, રાજઋદ્ધિ, ધન, માલમિલ્કત, વાડી, બંગલા, મહેલઆદિની ઉન્નતિ કે પ્રાપ્તિને માટે નહિ, હીરા, મોતી, મણિ, મુંગીઆ, પન્ના કે સેનારૂપાની ઉત્પત્તિ, પ્રાપ્તિ, વૃદ્ધિ કે રક્ષણ માટે નહિ, માતાપિતા, પુત્ર, સ્ત્રી, ભાઈ, બહેન કે અન્ય કુટુંબકબીલાને મેળવવા માટે નહિ, નાત, જાત, દેશદ્વારાએ બાહ્ય સુખ મેળવવા માટે નહિ. જોકે ઉપર જણવેલું બધું જૈનશાસનના સદાચારને પ્રતાપે મળે છે એ ચક્કસ છે, પણ તે જૈનશાસનની ઉત્પત્તિ તે વસ્તુઓ માટે કરવામાં આવેલી નથી. જૈનશાસનની ઉત્પતિ તે
જગતમાં વર્તતા અન્ય પદાર્થોથી જે દુખે ટળી શકે Shree Sudharmaswami Gyanbhandavwmarærágyatnbhandar.com