________________
૪૨૬
તપ અને
ગુણેને રોકવાવાળા કર્મોને તેથી નાશ થાય. સ્થૂલભદ્રસ્વામી, જબૂસ્વામી સરખા મહાપુરુષોનું સ્મરણ, કીર્તન જે તેમના બ્રહ્મચર્યના ગુરુને અંગે કરવામાં આવે છે, તે આરાધન કરનારને બ્રહ્મચર્ય પ્રાપ્ત કરાવનાર, સ્થિર કરાવનાર કે દઢ કરાવનાર થાય છે, અને તેથી જ કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રીહેમચંદ્રસુરિજીયેગશાસ્ત્રની અંદર
સ્થૂલભદ્રાદિ મહાપુરુષોના સ્મરણની વખતે તેમના તે મૈથુનનિવૃત્તિના ગુણને સ્મરણ કરવાનું જણાવે છે, અને તેના ફળ તરીકે પણ ત્યાં જ બ્રહ્મચર્યની પ્રાપ્તિ, સ્થિરતા અને રક્ષણ સ્પષ્ટ અક્ષરમાં સૂચવે છે. તેવી રીતે અહીં પણ વિરતિને ધારણ કરવાવાળા મહાપુરુષો જે કે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન ગુણોવાળા જરૂર હોય છે, પણ અહીં ચારિત્રપદની આરાધનાનો પ્રસંગ હોવાથી અને ચારિત્રને રોકનારી કમેને નાશ કરવાને ઉદેશ હોવાથી તે વિરતિવાળાના વિરતિરૂપી ગુણને આગળ
કરીને ભકિત કરવાનું જણાવેલું છે. Shree Sudharmaswami Gyanbhandarykimaræragyanbhandar.com