________________
૯૪
તરફથી શેઠ મેતી કડીઆની ધર્મશાળામાં જાહેર સભા -ભરવામાં આવી હતી, જે પ્રસંગે માસ્તર જગજીવનભાઈએ જણાવ્યું હતું કે હાથક કણને આરસીની જરૂર નજ હેય
શેઠ પોપટલાલ ધારસીભાઈનું લગભગ આખું જીવન ધાર્મિક કાર્યોમાંજ અર્પણ થયેલ છે.
એમણે લક્ષ્મીને ખરેખર સદ્વ્યય કરેલ છે.
દેશવિરતિ ધર્મારાધક સમાજનું અધ્યક્ષસ્થાન એમણે બે વખત શોભાવ્યું છે.
જામનગરની ધિયંગમેન્સ જૈન સોસાયટીના તેઓ પ્રમુખ છે.
જૈનબાળકો માટે તેઓ એકલે હાથે શ્રીનવિઘાથી જીવન ચલાવી રહ્યા છે.
સાધુ સાધ્વીઓ માટે તેઓ પૂરતું ખર્ચ કરી વૈયાવચ્ચ કરે છે.
શાસનને ઉજવળ કરવા માટે ભવિષ્યમાં પણ બનતું કરશે એવી આશા પ્રદર્શિત કરી હતી
Shree Sudharmaswami Gyanbhandarkararágyanbhandar.com