________________
તાજેતરમાં શેઠ સાહેબ તરફથી થયેલ સલાંક
શાસનનતિનાં કાર્યો શ્રીત શેઠ સાહેબ તરફથી કરાવવામાં આવેલી મા પાલીતાણા-તીથમાં ઉપધાનવહનની ક્રિયા સં. ૧૯૯૬ના આસો માસમાં શ્રીસિદ્ધક્ષેત્રની પવિત્ર ભૂમિમાં આચાર્યદેવ શ્રીસાગરાનંદસુરીશ્વરજીના વરદ હસ્તે ઉપધાનતપ વહન કરાવવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે નવકારસી જમાડવામાં આવી હતી, તથા માળારાપણના શુભ પ્રસંગે સ્વામિવાત્સલ્ય કરવામાં આવ્યું હતું. આ વખતે જુદી જુદી ચાર જગાએ ઉપધાનતપ કરાવવામાં આવતાં હતાં. માળારોપણને પ્રસંગ ઘણાજ ઠાઠથી ઉજવવામાં આવ્યો હતો.
એક અદભુત પ્રસંગ આ વખતે નાની ટાળી તથા મોટી ટોળી તરફથી ઉપધાન વહન કરનારાઓનું જમણ ભેગું કરવામાં આવતું હતું અને એક વખત તે ચારે ઠેકાણે ઉપધાન વહન
કરનારાઓનું જમણ ભેગું કરવામાં આવ્યું હતું. Shree Sudharmaswami Gyanbhandarmaraar&gyanbhandar.com