________________
એક ધાનનાં અબેલ કરે છે. તેમાં દરેક પદના વર્ષ ઉપરથી તેજ વર્ણના ધાન ઉપયોગમાં લેવામાં આવે છે જેમકે અરિહંત વેત, સિદ્ધ લાલ, આચાર્ય પીળો, ઉપાધ્યાય નીલે, સાધુ શ્યામ, તથા દર્શને જ્ઞાન ચારિત્ર અને તપનો વેત વર્ણ હોવાથી તેવાજ વર્ણના ધાનને ઉપયોગ કરવામાં આવે છે. અકેક પદની ૨૦ નવકારવાલી નિશ્ચળ મનથી જપવાની છે અને દરરાજ અષ્ટપ્રકારી પૂજા, આઠે કર્મની આઠ દિવસ સુધી એકેક કર્મની એકેક રોજ તથા નવમે દિવસે સત્તર પ્રકારી પૂજા ભણાવવામાં આવે છે. આ નવપદજીની પુજને હવને છાંટવાથી અને આંખે તથા શિર પર ચઢાવવાથી અઢારે પ્રકારના દુષ્ટરોગ દૂર થાય છે, દુ:ખદારિદ્ય દૂર થઈ જાય છે, લિત લમીમાં વૃદ્ધિ થાય છે અને સદાય મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે એ એને મહિમા છે. માત્ર એની સેવા શુદ્ધ મનથી કરવી જોઈએ. જેમ નવકાર સમો કોઈ મહામંત્ર નથી તેમ શ્રી સિદ્ધચક્ર સમાન કેાઈ મહાયંત્ર પણ નથી, માટે હે ભવ્યજને આત્મકલ્યાણ માટે રાત્રિદિવસ એનું સતત સેવન કરવામાં સદા ઉજમાળ
રહે, અને પરિણામે સિદ્ધિવધૂને વરો. Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com