________________
અને અંતમુર્ખતા પ્રાપ્ત થાય એ માટે, અને છેવટે મેક્ષની પ્રાપ્તિ થાય એ માટે શ્રીનવપદની આરાધના કરે છે, તેઓ જરૂર આત્મવિકાસ સાધી શકે છે. આત્મવિકાસનાં અનેક સાધન છે, પણ શ્રીનવપદની આરાધના એ સર્વશ્રેષ્ઠ સાધન છે. એ જ ઉત્તમ યોગ છે.
- નવપદેના ગુણો, અરિહંતના ૧૨, સિહના ૮, આચાર્યના ૩૬, ઉપાધ્યાયના ૨૫, સાધુના ૨૭, દર્શનના
૭, જ્ઞાનના ૫૧, ચારિત્રના ૭૦ - અને તપના ૧૨ ગુણ છે. આ નવપદની જે ત્રિકરણ શુદ્ધિથી ઉત્તમ પ્રકારે આરાધના કરે છે, તેને શ્રીવિમલેશ્વર જક્ષદેવ સદાય સહાય કરે છે અને તે ભવ્ય પ્રાણી પિતાના આત્માનું કલ્યાણ સાધી શકે છે. આ તપ સાડાચાર વર્ષે એટલે કે નવ ઓળી કરવાથી પૂર્ણ થાય છે. તે ઓળીમાં સદાય નવપદનું ધ્યાન ધરવું, આઠ યે દેવ વાંદવા, ભૂમિસંથારો કરે, જુઠું બોલવાનો નિયમ કરે, શુદ્ધ બ્રહ્મચર્ય પાળવું, યથાશકિત દાન દેવું, નવ દિવસ સુધી રસકસ વગરનું શુષ્ક ભોજન એક વખત લેવું. કેટલાક Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com