________________
પદનું ધ્યાન એ આત્મકલ્યાણનું પરમ સાધન છે, ઉલ્લુ આલંબન છે. મેક્ષાભિલાષી આત્માઓએ શ્રી નવપદનું ધ્યાન ધરવું જોઈએ અને શ્રીનવપદની વિધિપૂર્વક આરાધના કરવી જોઇએ. શ્રી જૈનશાસન
અને શ્રીનવપદ એક રૂપજ છે. શ્રીતત્ત્વત્રથી અને શ્રીરત્નત્રયી બનેને સમાવેશ શ્રીનવપદમાં થાય છે. શ્રીનવપદની આરાધના કર્યા વિના કે શ્રીનવપદમાંથી કે પણ પદની આરાધના કર્યા વિના કોઈ મુક્તિ પામ્યું નથી પામતું નથી અને પામશે પણ નહિ, તત્રયી એટલે દેવ, ગુરુ અને ધર્મ. શ્રી અરિહંત અને શ્રીસિદ્ધ એ બને દેવતાવમાં આવે.
શ્રીઆચાર્ય, શ્રીઉપાધ્યાય અને શ્રી સાધુએ ત્રણે ગુરુતત્વમાં આવે તથા શ્રી સદન, શ્રી સમ્યજ્ઞાન, શ્રી સમ્યક ચારિત્ર અને શ્રી સમ્યકતપ એ ચારે ધર્મ તત્વમાં આવે. આમ શ્રીનવપદમાં તવત્રયીને સમાવેશ થઈ જાય છે. રત્નત્રયી એટલે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન
અને સમયારિત્ર. આ ત્રણેય નવપદમાં છે. શ્રીનવપદમાં Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com