________________
દર “સુવાસ: જુન ૧૯૪૨
છેક છુપાવી દેવે ચેતન સત્ય તણે અતિ તીવ્ર હુતાશ, હેલવવી નિજ ગાલ ઉપરની ખુલ્લી લજજાની લાલાશ, ને તે ઘરે ધૂણી કરવી ભી શ્રીમતેને ધામ,
જે ઘરે કવિતામાતાની ત ધરે પરિમલ અભિરામ. ગુરુ નાનક-(શ્રી સયાજી બાલજ્ઞાનમાળા પુષ્પ ૧૭૧ મું)-લેખક: ગીન્દ્ર જ. ત્રિપાઠી, એમ.એ; પ્રકાશક: લક્ષ્મી ઇલેકટ્રીક પ્રેસ, વડેદરા. કિંમત ૦–૮–૦
ગુરુ ગોવિંદસિંહ-(શ્રી સયાજી બાલજ્ઞાનમાળા પુષ્પ ૧૭૩ મું) લેખક: રસુલભાઈ ને. હેરા. પ્રકાશક: લક્ષ્મી ઇલેકટ્રીક પ્રેસ, વડેદરા. કિંમત ૦–૮–૦
શિખ સંપ્રદાયના આદિ સ્થાપક ગુરુ નાનક અને એ સંપ્રદાયને સુવ્યવસ્થિત બનાવીને તેને મેગલ આક્રમણ સામે ખડા રહેવાની તાલીમ આપનાર અને અનેક યુધ્ધમાં વિજયની વરમાળા પહેરનાર દેશમાં ગુરુ ગોવિન્દસિંહ-પહેલા દીન-દરિદ્રના બેલી ભકતયોગી, બીજા ક્ષત્રિના શિરોમણિ રાજયોગી–એ બંનેનાં જીવનચરિત્ર પ્રગટ કરીને સયાજી બાલજ્ઞાનમાળાએ ગુજરાતની ઊગતી પ્રજાને માટે પ્રેરક વાચનમાં ઉમેરો કર્યો છે.
ગુરૂ નાનકના જીવનમાં ચમત્કારો પ્રધાનપદે રહે છે. પણ ચમત્કાર અને અલાકિકતાના મોહે આપણું વાસ્તવ જીવનમાંથી પુરુષાર્થ અને સારાસારની વિચારશકિતમાં તને એટલાં કમી કરી નાંખ્યાં છે કે હવે આપણે એ મોહને તજીને લેકિક માપથી જ વસ્તુઓનું મૂલ્યાંકન કરતાં શીખવું જોઈએ. ગુરુ ગોવિન્દસિંહના ચરિત્રમાં એ માપ પ્રધાનપદે રહેવાથી તે વધારે વાસ્તવિક બની શકયું છે.
રેડિયો અને ટેલીવીઝન- શ્રી સયાજી બાલજ્ઞાનમાળા પુષ્પ ૧૭૦ મું] લેખક: ચંપકલાલ પ્રાણશંકર શુકલ, પ્રકાશકઃ લુહાણા મિત્ર પ્રેસ, વડોદરા કિમત ૦–૮–૦
ગુજરાતમાં વિજ્ઞાનને લગતું સાહિત્ય ખૂબ ઓછા પ્રમાણમાં પ્રગટ થાય છે; તેવા સંજોગોમાં વૈજ્ઞાનિક શોધખોળામાં મહત્વનું સ્થાન ધરાવતા “રે”િ અને “ટેલીવીઝન ” જેવા વિષયો પર સુગમ ભાષા અને રોચક શૈલીમાં પ્રગટ થયેલું આ પુસ્તક જરૂર આવકારપાત્ર ગણુય.
સિંગાપુર -[ પૂર્વ પરિચય ગ્રન્થમાળા ]–લેખક : શ્રી ડુંગરશી ધરમશી સંપટ, પ્રકાશક: સ્વસ્તિક બુક ડે, ૪પ૧ કાલબાદેવી રોડ, મુંબઈ. કિમત રૂ, ૧-૨-૦ .
આ નાનકડી પુસ્તિકામાં સિંગાપુરનો પંદરમી સદીથી માંડીને જાપાનના હાથે થયેલા તેના પતન લગી સંક્ષિપ્ત અહેવાલ રોચક શૈલીમાં પ્રગટ થયો છે. સાથોસાથ મલાયાને ઇતિહાસ પણ સંકળાઈ જતે હોઈ ટૂંકમાં વિશેષ માહિતી સાંપડે છે.
માર્શલ ચાંગ-કાર્ય-શેક, વિન્સ્ટન ચર્ચિલ, પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ-(જગતના વિધાયકો ગ્રન્થમાળા) લેખક–પ્રકાશકઃ ઉપર પ્રમાણે. કિંમત પ્રત્યેકના–ચાર આના.
આ ગ્રન્થમાળામાં અગાઉ પ્રગટ થઇ ચૂકેલાં હીટલર અને સ્ટેલીનનાં જીવન-ચરિત્રોના ધરણે જ ઉક્ત ત્રણે ચરિત્ર ટૂંકમાં આલેખાયાં છે. પાંચેની સામટી કિંમત એક રૂપિયે હેઈને ઓછા ખર્ચમાં વધુ જાણવા ઈચ્છનારને માટે આ પેજના લાભદાયી નીવડવા સંભવ છે.
યુવાનને ખુલે પત્ર-પાઠવનારઃ શાંતિલાલ ચંદુલાલ પરીખ, વડોદરા. કિં. ૦-૨-૬
સામાજિક સુધારાને અનુલક્ષીને જેમમય ભાષામાં લખાયેલું આ પત્ર આજના યુવાનોને વાંચે ગમે તેવા રૂપમાં લખાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com