________________
પ૦ સુવાસ: જાન ૧૯૪૨
ત્રિવેદી જેટલે બા હતું, એટલે જ બહાદુર ને પ્રેમાળ હતો. પૈસે તેની પાસે ન હતો. પણુ વહાલસેથી પત્ની ને ઉદાર હૃદય તેને પૈસાથી ન મળી શકે તેવો ઉચ્ચ કક્ષાનો આનંદ આપી શક્તાં.
છ છોકરાંનાં માબાપ શારદાબેન ને ત્રિવેદી હજી ગઈ કાલે જ પરણ્યાં હોય તેટલા પ્રેમપૂર્વક જીવતાં હતાં. તેમનું દાંપત્ય ઉપમા-સુરેશને ધન્ય લાગ્યું. ઉપમા તે શારદાબેનનું મુખ જોતાં જ તેમના પર વારી ગઈ હતી. એ મુખ પર ચીમળાયેલી ત્રીસમે કંટાળો ન હતો, પણ જીવનને ધબકારે ધબકારે પ્રેમને ઉન્માદ અનુભવતી નઢાશે પ્રણય–તરવરાટ હતે.
ત્રિવેદી અને શારદાબેન બંનેને લેકે ગાંડાં કહેતાં, પણ એ ગાંડપણમાં ય કેવી ભવ્યતા હતી ! શારદાબેન તે પ્રમાણમાં ઠાવકાં હતાં. વ્યવહાર-કુશળતા ય તેમનામાં હતી. પણ એ વ્યવહાર-કુશળતા તેમની પ્રેમ–ઉષ્માને જરા ય ઠંડી નહતી કરી શકી.
હમણું જ હું તારાં વખાણ કરતા હતા.” ત્રિવેદીએ શારદાબેનને કહ્યું.
“પતિને ખવડાવી ભૂખી રહેનાર પત્નીને જુઠ્ઠી કહેનારને તે છ મહિના સુધી ભૂખ્યા જ રાખવા જોઈએ. ” ઉપમાએ ગમ્મત કરતાં કહ્યું.
અરે, બેન ! તમે એમની વાત કયાં સાચી માની બેઠાં, ” શારદાબેને કહ્યું, “રળવા બેસે તે ભૂખ ને દુઃખ બધું ય ભૂલી જાય એવા છે. એમને હાથ ઝાલી ભાણું પર ન બેસાડયા હોય તે પાંચ દિવસ સુધી જમવાનું માગે એવા નથી.”
“હું તે કહું છું કે પિસા મળતા હોય તે હું તમારી, છોકરાઓની કે કેઈની દરકાર કરૂં એ નથી. મારા જેવા નઠેરને તે તમે જ સાચ.” ત્રિવેદીએ કહ્યું.
એપિસા કેને માટે રળો છે ? અમારે જ માને ?” શારદાબેને પૂછ્યું. શારદાબેન ત્રિવેદીને બેલવે પહોંચી વળે તેવાં નીકળ્યાં.
| મુશ્કેલીમાંય આટલી મીઠાશથી સંસાર ચલાવ્યે જતાં દંપતી પ્રત્યે ઉપમા અને સુરેશને પૂજ્યભાવ ઉત્પન્ન થયો. ઘરમાં અછત હતી તે દેખીતું હતું, છતાં બંને એકબીજાની ભૂલ શોધવાને બદલે વખાણ જ કર્યા કરે એ દશ્ય દેવી હતું.
ઉપમા શારદાબેન સાથે ખૂબખૂબ વાત કરી. સાંજ સુધી ઉપમા ને સુરેશ ત્રિવેદીને ત્યાં રોકાયાં. બપોરે ચા-નાસ્ત પણ લીધે. શારદાબેન હેડમાસ્તરનાં પત્ની ચંચળબેન કરતાં ઊલટા જ સ્વભાવનાં હતાં. પિતાની નબળાઈ તે પહેલી વર્ણવી બતાવતાં. પણ ઉપમા ને સુરેશની સરભરામાં તેમણે જરાય મોળપ નહેતી રહેવા દીધી.
ફેટે પડાવી ઘેર જતાં સુરેશે ખીસામાંથી રૂ. ૫ કાઢી ત્રિવેદીના હાથમાં મૂકયા. “આ શું?” ત્રિવેદીએ પૂછ્યું.
અમારી જિંદગીને આ પિલે ફેટે છે. સુરેશે કહ્યું, “ મારે તેની ઘણી નકલ જોઈએ છીએ. આટલા પિસામાંથી થઈ શકે તેટલી નકલ કરી આપજે.”
ટીખળી ત્રિવેદીની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.
“ સુરેશભાઈ, ” ત્રિવેદીએ કહ્યું, “પસાની માટે જરૂર છે. તમે આટલી બધી નકલે મને મદદ કરવા જ કઢાવે છે તે હું જાણું છું. પણ આવડી મોટી રકમ પાછી આપવાની મારી શકિત નથી. હું સુંદર કામ કરી આપીશ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com