________________
ફોટો પડાવ્યોઃ ૪૯ * “ આવી વાત તે હિન્દી સંસારમાં ઘેર ઘેર બને છે. પોતે ભૂખી રહી, જૂઠું બોલી પતિને ખવડાવે તેવી મેટાબેલી સ્ત્રીઓ તે સમાજને ચૂલે ચૂલે બેઠી છે.” ત્રિવેદીએ દેખીતા કટાક્ષમાં હિન્દી સ્ત્રી-વર્ગ પ્રત્યેને પિતાને પૂજ્યભાવ વ્યકત કરી દીધે.
એવી સ્ત્રીઓને-હું તે જેમને પૂજું-ખોટું તે ઘરમાં પૂરતી ચીજનો અભાવ હોવાને કારણે જ બોલવું પડે છે ને? એ પરિસ્થિતિ કેટલી દુ:ખજનક છે?”
“પૂરતી ચીજને અભાવ એ તે હિંદમાં થાળે પડી ગયેલું દરદ છે. એને અફસોસ કરવાપડ્યું હોય જ નહીં. જે પરિસ્થિતિ કાયમી છે તેને અફસેસ શું ?” ત્રિવેદીએ કહ્યું.
ઉપમાને અવાજ સાંભળી ત્રિવેદીનાં પત્ની શારદાબેન ઘરમાંથી બહાર આવ્યાં.
આ અમારા માસ્તર સાહેબ, સુરેશભાઈ” ત્રિવેદીએ પિતાનાં પત્ની સામે જોઈ કહ્યું, અને આ તેમનાં પત્ની.....નામ તે હજી સુરેશભાઈએ કહ્યું નથી.”
ઉપમા.” સુરેશે હસતાં કહ્યું.
આ, બેન!” શારદાબેને કહ્યું.
શારદાબેન પ્રેમાળ બાઈ હતી. ત્રિવેદી જીવનની મુશ્કેલીઓને હસી કાઢવામાં માનનારે હતો. શારદાબેન મુશ્કેલીઓ સહી ગંભીર બન્યાં હતાં, છતાં ત્રિવેદીના સાથમાં એ ગંભીરતાને કેરે મૂકી શકતાં.
શારદાબેનના મુખ પર અસંતોષની છાયા સરખી ન હતી. પૈસા મેળવી લેવા કરતાં પૈસા મેળવવાના પ્રામાણિક પ્રયત્નથી શારદાબેનને વિશેષ સંતેષ થતું. ત્રિવેદી શારદાબેનને લાડ લડાવતે નહીં, તેમને માટે નવી નવી ચીજો લઈ શકતો નહીં, છતાં શારદાબેન તે સદાય ત્રિવેદી પર વારી જતાં, કારણ કે તે તેનું હૃદય બરાબર સમજી શક્યાં હતાં. ગધ્ધાવૈતરું કરતાં કરતાં ત્રિવેદી જે મજાકો કર્યો તો તેનું સાચું રહસ્ય શારદાબેન સમજતાં. એવી મજાકે જે ન કરી શકાતી હેત તે આર્થિક વિટંબણુઓએ ત્રિવેદીને કયારનેય ગાંડે બનાવી દીધો હોત, તેને શારદાબેનને ખ્યાલ હતે.
ઉપર ઉપરથી શારદાબેનની મશ્કરી કરવા છતાં ત્રિવેદીનું હૃદય શારદાબેનથી ભર્યું ભર્યું રહે. ત્રિવેદીને કયારેક એવાં લાસડિયાં લેકે મળી જતાં કે તનતોડ મહેનત કરવા છતાં ય તેને પાઈની પેદાશ ન થતી. એ પ્રસંગે શારદાબેનને થડો ઉપહાસ કરી લઈને ત્રિવેદી ગ્લાનિ માત્ર ખંખેરી નાખત-જાણે કેટ પર ચડેલ ધૂળ ખંખેરતે હેય તેમ.
ગમે તેટલી મુશીબતમાં ય જરા હસી લેતાં–ીખળ કરી લેતાં ત્રિવેદી રંગમાં આવી જા. મુશ્કેલીઓ તેમનાં હૃદયની મહત્તાને સ્પર્શી ન શકતી, કારણ કે ત્રિવેદીની તીક્ષણ બુધ્ધિ મુશ્કેલીઓને ઘણું સહેલાઈથી હસી કાઢી શકતી.
હમણું જ ત્રિવેદીના પિતાને પત્ર હતો કે, “તારી મા માંદી છે, માટે રૂ. ર૦) મોકલજે.” છે. ૨૦) મોકલવાની મુશ્કેલીને પાર ન હતો છતાં માતૃભકત ત્રિવેદી એ રકમ ગમે તેમ કરીને ય મેકલશે તેની શારદાબેનને ખાત્રી હતી. શારદાબેનનાં ઘરેણું એકએક કરી લગભગ બધાં વેચાઈ ગયાં હતાં. હવે વેચવા જેવું બહુ ડું બાકી હતું. આવી પરિસ્થિતિમાં ય પતિ નિર્દેશ હસી શકે તેને શારદાબેન શુભ ચિનહ ગણતાં. હાસ્ય એમનાં જીવનમાં કટુતાને પિસવા જ ન દેતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com