________________
જીવન ઝરણઃ ૩૯ વિદ્યાથીઓની વતણૂક વિષે આકરી ટીકા પ્રગટ થઇ. બીસ્મા તરત જ તે છાપાની નકલ હાથમાં લઈ તંત્રીની મુલાકાતે ઊપડે ને તંત્રીના ટેબલ પર તે નકલ પછાડતાં તંત્રીને ઉકત લખાણ માટે માફી માગવાનું કહ્યું. ને તંત્રીએ માફી ન માગતાં બીસ્માર્કે તેને કંઠયુનું આવહાન આપ્યું.
તે યુગમાં સુધારક ખ્રિસ્તી પ્રવૃત્તિથી જર્મનીમાં કંક-યુદ્ધ સામે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતે. એટલે તંત્રીએ બીસ્માર્કના ઉકત આહાનના સમાચાર વિદ્યાપીઠના સંચાલકોને પહોંચાડતાં તેને તરત જ વિદ્યાપીઠના અધ્યક્ષ સમક્ષ ઊભો કરવામાં આવ્યું.
બીસ્માર્યું તે પ્રસંગે પુરુષાતનના પ્રાચીન આદર્શોને વર્ણવીને પિતાની વર્તણૂકને ભવ્ય બચાવ કર્યો ને કાયરતાપષક નવી સુધારક પ્રવૃત્તિને ઝાડી નાંખી.
તમે નવયુગને સમજતા નથી.” અધ્યક્ષે શાંતિથી કહ્યું. “તમારા વિચારે તે પસાર થઈ ગયેલા યુગના છે.”
“નામદાર, ” બીસ્માર્કે તેજસ્વી શબ્દોમાં કહ્યું, “એમ કહો કે નવયુગના નામે ઓળખાતો કાયરયુગ મારા વિચારોને સમજી શકતા નથી. મારા વિચારો ગતયુગના હોય તેથી શું ? શિયાળે જ્યારે આથમવા આવે ને નવવસંતનાં કુસુમ દેખા દે ત્યારે તમે શું એમ કહેશો કેઆ કુસુમો તે ગઈ વસંતના જેવાં છે. અમે તે સદાય શિશિરના પ્રેમી છીએ.”
બીસ્માર્ટ યુવાનવયે કાઉન્ટ થના નામે સુબાની મુલાકાતે ગયેલ. સૂબાએ બીસ્માને બેસવાનું ન કહ્યું, એટલું જ નહિ પણ બીમાર્કની હાજરી પ્રત્યે બેપરવા રહી તે ખુરશીમાં સૂતાં સૂતાં સીગાર કંકવા લાગે. બીસ્માર્કે તરતજ ખીસામાંથી સીગારકેસ કાઢી તેમાંથી એક સીગાર ખેંચી કાઢતાં સૂબાને ઉદ્દેશીને કહ્યું, “નામદાર જરા દીવાસળી આપશે ?”
સુબો તે અવાચક જ થઇ ગયો. સભ્યતાને ખાતર પણ દીવાસળીની ના તે પાડી જ ન શકાય. તેથી તેણે બીમાર્ક તરફ દીવાસળીની પેટી ફેંકી. તેનાથી સીગાર સળગાવીને બીજી ખુરશી પર લાંબા થઈ બીમાર્ક પણ સીગારને દમ લેવા માંડ્યું.
સૂબાએ તરત જ બસ્માર્ક સાથે માનભેર વાતચીત શરૂ કરી.
એક સ્વીડીશ કુમારિકા બલીનની મુલાકાતે ચાલી ત્યારે તેના પિતાએ બર્લીનની બેકિંગમાં રહેતા પિતાના ભત્રીજા પર પત્ર લખી તેને પિતાની પુત્રીની સાથે રહી તેને બલનથી પૂર્ણત: પરિ. ચિત બનાવવાની ભલામણ કરી.
ઉક્ત ભત્રીજો તે સમયે પરીક્ષાના વાચનમાં પડ્યો હતો. એટલે તેણે પિતાના મિત્ર બીસ્માર્ક, ને પિતાની ફરજ બજાવવાનું કાર્ય સંપ્યું. બીસ્માર્ટે ત્રણ દિવસ લગી તે રૂપવતી કુમારિકાની સાથે રહી તેને અકથ્ય સંતેષ પમાડે.
કુમારિકાએ વિદાય થતી વેળા પિત્રાઇને અનહદ આભાર માનવા માંડે ત્યારે બીસ્માર્કે કહ્યું, “કુમારી, તમારો પિત્રાઈ તે પરીક્ષાના વાચનમાં પરોવાયેલ હતા. એટલે તેણે તમારી પરિ. ચર્યાનું કામ મને ભળાવેલું. તેમાં કંઈ ખામી રહી છે તે માફ કરશે. મારું નામ બીરમાર્ક છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com