________________
જ્યોતિષ અને ઋતુ–પરિવર્તન
પંકજ
જગતમાં પરિવર્તનશીલ કઈ વસ્તુ નથી ? પ્રાતઃકાળ, મધ્યાહ અને સંખ્યા તથા રાત્રિ નિત્ય એ પરિવર્તનને ખ્યાલ પ્રત્યેક મનુષ્યને આપે છે. એક વર્ષના ૩૬૦ દિવસમાં આપણે ગરમી, ઠંડી, વર્ષ, મધુર ઉષ્ણતા, મધુરી ઠંડી જોગવી જઈએ છીએ અને એ ક્રમ કાળાનુસાર અનાદિ કાળથી ચાલતે આવે છે અને એને અન્ત પણ અનંતની ગોદમાં સંતાયેલ છે.
પ્રાચીન તેમજ આધુનિક જયોતિર્વિદ ઋતુ-પરિવર્તનને મુખ્ય અધિષ્ઠાતા દિવાકર (સૂર્ય)ને માને છે. એ જ પૃથ્વીને ઉષ્મા આપી તપાવે છે અને વર્ષાને કારક બને છે તેમજ ત્યાર પછી આડકતરી રીતે શરદ ઋતુને પણ કારક બને છે. પરંતુ આપણે જોઈએ છીએ કે એક વર્ષમાં શીત પુષ્કળ હોય છે. કોઈ ઠેકાણે હીમ પડે છે અને લોકોને પુષ્કળ ત્રાસ પડે છે અને બીજે વર્ષે ગ્રીષ્મની ભીષણ ગરમી જનસમુદાયને ત્રાહી ત્રાહી પિકારવા ફરજ પાડે છે. એક સમયે અતિવૃષ્ટિને લીધે ભયંકર રેલે આવે છે ત્યારે બીજે વર્ષ અનાવૃષ્ટિને અંગે કૂવા અને તળાવ પણ સૂકાઈ જાય છે. આ પરિવર્તનનું પેગ કારણ જ્યારે પાશ્ચાત્ય વિદ્વાને વાયુશાસ્ત્ર (Meteorological observations)ની દષ્ટિએ ચૂંથવા માગે છે ત્યારે એક જ પ્રશ્ન થઈ પડે છે કે સમુદ્રમાં તોફાન આવવાની આગાહી ફક્ત ૨૪ કલાક પહેલાં કરનારની સેવા જગતને વધારે અણમેલ છે કે એ તોફાનની આગાહી બે મહિના આગળથી કરનારની સેવા વધારે કિંમતી છે. બન્ને ખોટા પણ પડે છે પરંતુ તેમાં જ્યારે ખરા પડે છે ત્યારે માનવ સમુદાયને એક જ્યોતિષી વધારે સુખદ થઈ પડે છે. પાછલા તોફાનમ્ન આગાહી જ્યોતિષીઓએ બરાબર કરી હતી અને એનું શ્રેય તેમને ઘટે છે.
ભારતના પ્રખર જ્યોતિષીઓએ એ બાબતને વિચાર કરી રાશિમંડળને બાર ભાગમાં વિભક્ત કરતી વખતે પ્રત્યેક રાશિને માટે જે ગુણ અને ધર્મ નિશ્ચિત કીધાં હતાં તે અનેક અનુસંધાન પછી કીધાં હતાં. રાશિમંડળનું આરંભસ્થાન પણ એક સ્થિર નક્ષત્રથી માંડયું છે અને પાશ્ચાત્ય વિદ્વાનો સંપાત (Vernal Equinox)ને રાશિમંડળનું આરંભસ્થાન માને છે ત્યારે તે બિંદુ આપણે મેષ રાશિના આરંભસ્થાનથી ૨૩° પાછળ થઈ ગયું છે. પાશ્ચાત્ય વિદ્વાનું કહેવું છે કે સંપાત પ્રમાણે ઋતુ-પરિવર્તન થાય છે. અલબત્ત એ વાત કંઈક અંશે ખરી. પરંતુ એની સામે પ્રકૃતિની બીજી બાજુ પણ જોવાની રહે છે. ભૂમિકંપ અને ઉકાપાત તથા બીજાં નૈસર્ગિક અને અનૈસર્ગિક કારણને લીધે પણ ઋતુ–પરિવર્તનનો સંભવ છે. એને પ્રત્યક્ષ પુરા ભારતમાં જ છે, જયાં જંગલોનું ભક્ષણ થવાથી વર્ષાઋતુનું શ્રાદ્ધ થઈ રહ્યું છે.
ભારતીય વિદ્વાનોએ નક્ષત્રમંડળને વધારે મહત્વ આપ્યું છે અને પ્રત્યેક નક્ષત્રને પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com